Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિક બાદ હવે પુણેની ઇન્ફોસિસમાં પણ જેહાદી હૅરૅસમેન્ટની ફરિયાદ: યોગ્ય તપાસ કરવાનું નીતેશ રાણેનું આશ્વાસન

નાશિક બાદ હવે પુણેની ઇન્ફોસિસમાં પણ જેહાદી હૅરૅસમેન્ટની ફરિયાદ: યોગ્ય તપાસ કરવાનું નીતેશ રાણેનું આશ્વાસન

Published : 15 April, 2026 12:24 PM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણેની ઇન્ફોસિસના કૅમ્પસમાં જેહાદી હૅરૅસમેન્ટ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ એક સોશ્યલ મીડિયા યુઝર દ્વારા લગાવવામાં આવ્યો છે.

નીતેશ રાણે

નીતેશ રાણે


નાશિકની તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)માં જાતીય અત્યાચાર અને બળજબરીપૂર્વક ધર્માંતરણના વિવાદ બાદ હવે વધુ એક મોટી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપની ઇન્ફોસિસ ચર્ચામાં છે. પુણેની ઇન્ફોસિસના કૅમ્પસમાં જેહાદી હૅરૅસમેન્ટ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ એક સોશ્યલ મીડિયા યુઝર દ્વારા લગાવવામાં આવ્યો છે. આ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નીતેશ રાણેને ટૅગ કરીને મદદ માગવામાં આવી હતી જેના પર તેમણે તરત જ રિપ્લાય આપ્યો છે.

યુઝરે દાવો કર્યો હતો કે પુણેની ઇન્ફોસ‌િસ ઑફિસમાં અમુક ચોક્કસ માનસિકતા ધરાવતા લોકો દ્વારા અન્ય કર્મચારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. યુઝરે આ બાબતને ‘જેહાદી હૅરૅસમેન્ટ’ ગણાવી હતી અને રાજ્ય સરકાર તથા નીતેશ રાણે સમક્ષ હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી. આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે.



હિન્દુત્વના મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે જાણીતા વિધાનસભ્ય નીતેશ રાણેએ આ ફરિયાદની ગંભીરતાથી નોંધ લીધી છે. તેમણે યુઝરને જવાબ આપતાં આશ્વાસન આપ્યું છે કે હું આ બાબતની તપાસ કરીશ અને જો આવું કંઈ થઈ રહ્યું હશે તો એને સાંખી લેવામાં નહીં આવે. કંપની તરફથી હજી સુધી આ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.  


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 12:24 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK