મુંબઈ પોલીસ કમિશનર પદ પર આજે મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. વર્ષો સુધી પોલીસ દળમાં સેવા 35 વર્ષ સેવા આપનાર વિવેક ફણસલકર આજે નિવૃત્ત થઇ રહ્યા છે અને તેમનો સ્થાને દેવેન ભારતી નવા મુંબઈ પોલીસ કમિશનર તરીકે આજે સાંજે 4 વાગ્યે પદભાર સંભાળશે.
દેવેન ભારતી નવા મુંબઈ પોલીસ કમિશનર
મુંબઈ પોલીસ કમિશનર પદ પર આજે મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. વર્ષો સુધી પોલીસ દળમાં સેવા 35 વર્ષ સેવા આપનાર વિવેક ફણસલકર આજે નિવૃત્ત થઇ રહ્યા છે અને તેમનો સ્થાને દેવેન ભારતી નવા મુંબઈ પોલીસ કમિશનર તરીકે આજે સાંજે 4 વાગ્યે પદભાર સંભાળશે.
દેવેન ભારતી 1994 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલમાં તેઓ મુંબઈ પોલીસના સ્પેશ્યલ કમિશનર તરીકે કાર્યરત છે. જાન્યુઆરી 2023થી તેમણે આ જવાબદારી નિભાવી હતી. પોતાની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે મેટ્રોપોલિટન પોલીસ દળમાં જુદા જુદા હોદ્દા જેમ કે ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર, એડિશનલ કમિશનર (ક્રાઇમ), તથા જૉઇન્ટ કમિશનર (લૉ એન્ડ ઑર્ડર) પર કામગીરી કરી છે.
દેવેન ભારતીનો રેકોર્ડ ટેરરિઝમની વિરુદ્ધ કાર્યવાહી અને ગુનાઓની ઉચ્ચ સ્તરીય તપાસમાં ખાસ નોંધપાત્ર રહ્યો છે. તેમણે મહારાષ્ટ્રના એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ના વડા તરીકે પણ કામગીરી બજાવી હતી અને રાજ્યના પોલીસ મુખ્યાલયમાં ઇન્સ્પેક્ટર જનરલ (લૉ એન્ડ ઑર્ડર) તરીકે પણ સેવા આપી છે. તેમણે સંભાળેલા કેસિઝમાં 26/11ના આતંકી હુમલા જેવી ગંભીર ઘટનાઓનો પણ સમાવેશ થાય છે.
આ સાથે રાજ્ય ગૃહ વિભાગે કમિશનર પદને ફરીથી એડિશનલ ડિરેક્ટર જનરલ (ADGP) સ્તરે લાવવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પદ ડિરેક્ટર જનરલ (DG) સ્તરે ઉન્નત કરાયું હતું, જેમાં દત્તાત્રય પદસાલગિગર, સુબોધ જયસ્વાલ અને પરમબીર સિંહ જેવા અધિકારીઓએ આ પદ પર સેવા આપી હતી. પણ હવે ફરી જૂની રચનાની તરફ વળતાં દેવેન ભારતી ADGPસ્તરે કમિશનર તરીકે કામગીરી કરશે તેમ ચોકસાઈ એક અધિકારીએ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રાકેશ મારિયા 2014માં છેલ્લા અધિકારી હતા જેમણે આ પદ ADGP સ્તરે સંભાળ્યું હતું. ત્યારબાદ સંજય બર્વે, હેમંત નાગરલે અને સંજય પાંડે જેવા અધિકારીઓ DG સ્તરે પોલીસ કમિશનર બન્યા હતા.
આજે વિવેક ફણસલકરનો મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો છેલ્લો દિવસ છે, અને આજે સાંજે 4 વાગે દેવેન ભારતી તેમના સ્થાન પર પોલીસ કમિશનર તરીકે પદભાર સંભાળશે. ફણસલકર બુધવારે 35 વર્ષની સેવા પછી નિવૃત્ત થઈ રહ્યા છે.
દેવન ભારતીએ મેટ્રોપોલિટીન પોલીસ દળમાં તેમણે અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી છે — જેમાં સંયુક્ત પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા), એડિશનલ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ), અને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) તરીકેની ભૂમિકાઓનો સમાવેશ થાય છે.
તેમણે મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)ના વડા તરીકે પણ કામગીરી આપી છે તેમજ રાજ્ય પોલીસ મુખ્યાલયમાં ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ (લૉ એન્ડ ઓર્ડર)ના પદ પર પણ ફરજ બજાવી છે. મુંબઈ પોલીસમાં નિમણૂક કરતા પહેલાં તેમણે કેન્દ્ર સરકારની નિમણૂક હેઠળ પણ સેવા આપી હતી.
તેઓ અનેક હાઇ પ્રોફાઇલ કેસિઝમાં સામેલ રહ્યા છે — જેમાં 26/11ના મુંબઈ આતંકી હુમલાનો સમાવેશ થાય છે, જેમાં 166 લોકો મોતને ભેટ્યા હતા.

