શિર્ડીમાં લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે.
શિર્ડી સાંઈબાબા મંદિર
શિર્ડીમાં લાખોની સંખ્યામાં ભાવિકો દેશ-વિદેશથી દર્શન માટે આવતા હોય છે. અનેક ભાવિકો સોના-ચાંદી અને મૂલ્યવાન વસ્તુઓ પણ દાનમાં આપતાં હોય છે. શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ શિર્ડીનો ૨૦૨૫-૨૬નો વાર્ષિક આવક-જાવકનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ટ્રસ્ટની કુલ આવક ૬૪૮ કરોડ હોવાનું જણાવ્યું છે. જોકે ૨૦૨૪-’૨૫ કરતાં ઓછું દાન મળ્યું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
શ્રી સાંઈબાબા સંસ્થાની કુલ આવક
૨૦૨૫-૨૦૨૬માં ૬૩૮ કરોડ
૨૦૨૪-૨૦૨૫માં ૬૪૮ કરોડ
સોના-ચાંદીનું દાન
૨૦૨૫-૨૦૨૬ ૧૯ કરોડ
(૧૬ કિલો સોનું, ૧૯૭ કિલો ચાંદી)
૨૦૨૪-૨૦૨૫ ૧૩.૯૫ કરોડ
સર્વિસ હૉસ્પિટલ અને અન્ય મકાનો માટે ૧૫ કરોડનું દાન આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સંસ્થાની કુલ ફિક્સ્ડ ડિપોઝિટ, સોનું અને ચાંદી
કુલ FD – ૩૬૦૩ કરોડ રૂપિયા
કુલ સોનું વજન - ૫૫૦ કિલો
કુલ ચાંદી - ૭૦૩૦ કિલો
