Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Updates: દીકરા અકાય સાથે વિરાટની ધીંગામસ્તી

Sports Updates: દીકરા અકાય સાથે વિરાટની ધીંગામસ્તી

Published : 17 June, 2026 10:31 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Sports Updates: અમેરિકાની મેજર લીગ ક્રિકેટ T20 ટુર્નામેન્ટ માટે રવિચન્દ્રન અશ્વિને તૈયારી શરૂ કરી દીધી અને વધુ સમાચાર

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


હૅમસ્ટ્રિંગની સમસ્યાને કારણે અનુભવી બૅટર વિરાટ કોહલી હાલમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝનો ભાગ નથી. લંડનની વિરાટ કોહલી ફૅમિલીના કેટલાક રસપ્રદ ફોટો વાઇરલ થયા છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા એક પાર્કમાં અન્ય સ્થાનિક લોકો સાથે ગપસપ કરતા જોવાં મળ્યાં હતાં. વિરાટ કોહલી પોતાના દીકરા અકાય સાથે ધીંગામસ્તી કરતો હોય એવા ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે. 

અમેરિકાની મેજર લીગ ક્રિકેટ T20 ટુર્નામેન્ટ માટે રવિચન્દ્રન અશ્વિને તૈયારી શરૂ કરી દીધી



અમેરિકામાં રમાતી મેજર લીગ ક્રિકેટ T20 ટુર્નામેન્ટની ચોથી સીઝન આગામી ૧૯ જૂનથી શરૂ થઈ રહી છે. આ લીગમાં ભારતનો ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સૅન ફ્રાન્સિસ્કો ટીમ માટે રમતો જોવા મળશે. અમેરિકા પહોંચીને ૩૯ વર્ષના અશ્વિને ટીમના અન્ય ખેલાડીઓ સાથેની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ બાદ અશ્વિન પહેલી વખત વિદેશી લીગમાં રમતો જોવા મળશે. ગયા વર્ષે નવેમ્બરમાં ઘૂંટણની ઇન્જરીને કારણે અશ્વિન ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ લીગમાં સિડની થન્ડર માટે રમવાનું ચૂકી ગયો હતો. 


ઇન્ડિયા-Aમાં ઇન્જર્ડ યુદ્ધવીર સિંહને બદલે અશોક શર્માનો થયો સમાવેશ, અફઘાનિસ્તાન સામે ત્રિકોણીય વન-ડે સિરીઝની મહત્ત્વપૂર્ણ મૅચ રમશે ભારત

IPL 2026માં ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને બધાને પ્રભાવિત કરનાર ફાસ્ટ બોલર અશોક શર્માને ઇન્ડિયા-Aની ટીમમાં સ્થાન મળ્યું છે. શ્રીલંકામાં ત્રિકોણીય વન-ડે સિરીઝ દરમ્યાન ફાસ્ટ બોલર યુદ્ધવીર સિંહને ખભાના ભાગે ઇન્જરીના સંકેત મળ્યા હોવાથી આ નિર્ણય લેવાયો છે. ૨૩ વર્ષના અશોક શર્માએ હાલમાં સમાપ્ત થયેલી સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ૯૦ લાખમાં રમીને છ મૅચમાં છ વિકેટ લીધી હતી. તેણે હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના વતન રાજસ્થાનને બદલે ગુજરાત માટે રમવાનું નક્કી કર્યું છે. ત્રિકોણીય વન-ડે સિરીઝમાં હવે અફઘાનિસ્તાન સામે ભારત અને શ્રીલંકાને એક-એક મૅચ રમવાની છે. માત્ર એક મૅચ જીતનાર ભારત આજની અફઘાનિસ્તાન સામેની મૅચ જીતીને ટૉપ-ટૂમાં સ્થાન જાળવી રાખવાનો અંતિમ પ્રયાસ કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2026 10:31 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK