Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગરબારસિયાઓ તૈયાર છો ને? ફાલ્ગુની પાઠક સાથે રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવ 2025માં ધમ્માલ કરવા માટે

ગરબારસિયાઓ તૈયાર છો ને? ફાલ્ગુની પાઠક સાથે રેડિયન્સ દાંડિયા નવરાત્રિ ઉત્સવ 2025માં ધમ્માલ કરવા માટે

Published : 04 July, 2025 09:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Radiance Dandiya 2025: આ ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે યોજાશે.

ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠક


જો નવરાત્રી ગુજરાતી સંસ્કૃતિનું હ્રદય છે, તો ફાલ્ગુની પાઠક તેની ધડકન છે. છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રી અને આ કલાકાર જાણે એકમેકના સમાનાર્થી બની ગયા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફરી એકવાર નવરાત્રિની રાણી ઊર્જાસભર આઇકોનિક ગીતો અને સૌને ઝૂમાવનારી દાંડિયાની ધૂન સાથે રેડિયન્સ દાંડિયા નવરાત્રી ઉત્સવ 2025 (Radiance Dandiya 2025)માં આવી રહી છે. 


આ ઉત્સવ (Radiance Dandiya 2025)નું આયોજન અને પ્રોમોશન પર્પલ બ્લુ ઇવેન્ટ્સ એન્ડ આઇડિયાઝ અને ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ નવરાત્રી ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન યોજાશે અને તેનું આયોજન મુંબઈના જાણીતા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, BKC ખાતે થશે. આ એક એવી જગ્યા છે જ્યાં શ્રેષ્ઠ સુવિધાઓ સાથે પરંપરા અને ઉત્સાહપૂર્ણ વાતાવરણનો સંગમ રચાશે. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સરળ એન્ટ્રી/એક્ઝિટ, પાર્કિંગ, એર કન્ડીશનિંગ, મોટા હોલ્સ, સ્વચ્છ વોશરૂમ્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ છે.



દિનવાર (એક દિવસ) અને સીઝન પાસ માટેની ટિકિટો BookMyShow પર 3 જુલાઈના સવારે 11 વાગ્યાથી લાઇવ છે. આ વર્ષના સૌથી ખાસ આકર્ષણની વાત કરવામાં આવે તો એ છે – Private Pods – ફાલ્ગુની પાઠકના શોમાં સૌપ્રથમવાર રજૂ થતી સુવિધા, જ્યાં ગ્રુપને પોતાની આગવી સ્પેસ મળશે, જ્યાં તેઓ આરામથી, સુરક્ષિત રીતે અને આખા ગ્રૂપ સાથે ગરબા કરી શકે.


ગરબા ક્વિન તરીકે જાણીતાં ફાલ્ગુની પાઠક જણાવે છે કે, “દર વર્ષે આપ સૌ તરફથી ઉત્સાહ અને પ્રેમ વધતો જાય છે, આ વર્ષે તો કંઈક ખાસ છે. જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પર મૂવ થવાથી હું મારા ચાહકોને યાદગાર અનુભવ આપી શકીશ – that`s the plan! ચાલો આ નવરાત્રિને યાદગાર બનાવીએ!”

અજય મંત્રી, ફાઉન્ડર-રેડિયન્સ દાંડિયા અને CEO, પર્પલ બ્લુ ઇવેન્ટ્સ એન્ડ આઇડિયાઝ કહે છે કે,  “રેડિયન્સ દાંડિયા એ 2015થી મારો પેશન પ્રોજેક્ટ રહ્યો છે. મુંબઈમાં સૌ પહેલીવાર ઇન્ડોર દાંડિયા ફોર્મેટ લાવવાનો વિચાર અને પરંપરાને નવી રીતે પ્રસ્તુત કરવાનો પ્રયાસ હતો. દર વર્ષે અમે નવી નવી બાબતો લાવીએ છીએ, પણ તહેવારની ભાવનાને જાળવી રાખીએ છીએ. આ વર્ષે, TribeVibe Entertainment સાથે મળીને અમે ફરી એકવાર આવી રહ્યા છીએ, નવી પેઢીને એ બતાવવા માટે કે ખરેખર નવરાત્રિ શું છે"


TribeVibe Entertainmentના ફાઉન્ડર અને CEO શોવેન શાહ ઉમેરે છે કે, "ફાલ્ગુની પાઠક નવરાત્રી માટે એક પાયાનો સ્તંભ છે. તેમની સાથે કામ કરીને અમે અદભુત અનુભવ મેળવ્યો છે. Radiance Dandiya Navratri Utsav 2025 એ મુંબઇના ઇવેન્ટ ઈન્ડસ્ટ્રી માટે એક નવી ઉર્જા ઉમેરશે, કેટલાંક માપદંડો સ્થાપિત કરશે"

આ શૃંખલા (Radiance Dandiya 2025)ની સફળતા માટે શ્રી સમીર સતાનો પણ વિશેષ આભાર માનવામાં આવે છે, જેમના માર્ગદર્શન અને સપોર્ટ વિના આ શક્ય ન બન્યું હોત. ફાલ્ગુની પાઠકના `ઇંધણા વીણવા`, `મૈને પાયલ હૈ છનકાઈ` અને `ઓઢણી` જેવા જાણીતા ગીતો પેઢીદર પેઢી નવરાત્રીનો આધાર રહ્યા છે. અને 2025 એમાં વધુ મ્યુઝિકલ મેજિક ઉમેરાશે.

Radiance Dandiya 2025: તમે ગરબાપ્રેમી હોવ કે પહેલો અનુભવ લઈ રહ્યાં હોવ, Radiance Dandiya Navratri Utsav 2025 એ એક અદભુત અનુભવ આપશે, એ તો નક્કી છે જ. જ્યાં પરંપરા અને વર્લ્ડ-ક્લાસ એન્ટરટેઇનમેન્ટનો ભવ્ય સંગમ થાય છે. તો તૈયાર રહો તમારા સુંદર ચણિયાચોળી અને કેડિયુમાં.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 09:54 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK