Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાકીનાકામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ૪ લોકો દાઝ્યા

સાકીનાકામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ૪ લોકો દાઝ્યા

Published : 21 October, 2026 05:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંધેરી-ઈસ્ટના સાકીનાકા વિસ્તારમાં આવેલા ભંગારના એક મોટા ગોડાઉનમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતાં ૪ વ્યક્તિ દાઝી ગઈ હતી. દશેરાના તહેવાર દરમ્યાન શહેરમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના નોંધાઈ હતી..

સાકીનાકામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ૪ લોકો દાઝ્યા

સાકીનાકામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ૪ લોકો દાઝ્યા


અંધેરી-ઈસ્ટના સાકીનાકા વિસ્તારમાં આવેલા ભંગારના એક મોટા ગોડાઉનમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળતાં ૪ વ્યક્તિ દાઝી ગઈ હતી. દશેરાના તહેવાર દરમ્યાન શહેરમાં આગ લાગવાની આ ત્રીજી ઘટના નોંધાઈ હતી..
ખૈરાની રોડ પર આવેલા ગોડાઉનમાં સાંજે ૬.૧૮ વાગ્યે આગ લાગી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આગની દુર્ઘટનામાં ૨૦ વર્ષનો એક યુવાન શરીરે ૮૦ ટકા દાઝી ગયો હતો. આ ઉપરાંત અન્ય ૩ લોકો પણ દાઝી ગયા હતા. જોકે તેઓ કયા સંજોગોમાં દાઝ્યા એ વિશે તાત્કાલિક માહિતી મળી શકી નહોતી. ભોગ બનેલા લોકો ૧૦ ટકાથી ૮૦ ટકા જેટલા દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે અને તેમને તાત્કાલિક રાજાવાડી હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.’
આગને કારણે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેને લીધે આ ઝૂંપડપટ્ટી વિસ્તારના સ્થાનિક લોકોમાં નાસભાગ થઈ હતી અને ગભરાટ ફેલાયો હતો. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર-બ્રિગેડના જવાનો સતત પ્રયાસ કરી રહ્યા હતા અને ઓછામાં ઓછાં ૮ ફાયર-એન્જિનો તેમ જ અન્ય વૉટર-ટૅન્કરો કામગીરીમાં જોડાયાં હતાં.  


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 05:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK