હોર્ડિંગ માટેની પરવાનગીની વિગતો ધરાવતા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ વગરનાં હોર્ડિંગ્સને હટાવી દેવાનું સૂચન તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે કર્યું છે
બીએમસીની પ્રતીકાત્મક તસવીર
હોર્ડિંગ માટેની પરવાનગીની વિગતો ધરાવતા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ વગરનાં હોર્ડિંગ્સને હટાવી દેવાનું સૂચન તાજેતરમાં બૉમ્બે હાઈ કોર્ટે કર્યું છે. આ ઉપરાંત કયા રાજકીય પક્ષે કેટલાં ગેરકાયદે હોર્ડિંગ્સ મૂક્યાં છે એની માહિતી પણ બૉમ્બે હાઈ કોર્ટે માગી હતી. ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને સંદેશ પાટીલની ખંડપીઠે ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ હટાવવા સંદર્ભે કરેલી જાહેર હિતની અરજીની સુનાવણી દરમ્યાન આ સૂચન આપ્યું હતું. ખંડપીઠે નાશિક પ્રશાસને QR કોડ વગરનાં હોર્ડિંગ્સ હટાવવાનો પરિપત્ર બહાર પાડ્યો હોવાના પગલાની પ્રશંસા પણ કરી હતી.


