Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાલાસોપારામાં બુલેટ ટ્રેન સ્ટેશન નજીક બનશે હાઈ-પ્રોફાઇલ ટાઉનશિપ

નાલાસોપારામાં બુલેટ ટ્રેન સ્ટેશન નજીક બનશે હાઈ-પ્રોફાઇલ ટાઉનશિપ

Published : 28 May, 2026 09:08 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટૂરિઝમ અને બિઝનેસ હબ માટે ૪૬૭ હેક્ટર જમીનનો થશે વિકાસ : SEZનો દરજ્જો આપવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટના ભાગરૂપે નાલાસોપારા-ઈસ્ટના સંતોષ ભુવનસ્થિત વલાઈપાડા વિસ્તારમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. આ સ્ટેશનની આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરે ચમકાવવા માટે જપાનની તર્જ પર એક અત્યાધુનિક અને હાઈ-પ્રોફાઇલ ટાઉનશિપ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર વિસ્તારના વિકાસ માટે લોકલ એરિયા પ્લાન તૈયાર કરવામાં આવશે, જે અંગે વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશને નોટિફિકેશન જાહેર કર્યું છે.

બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ મુસાફરોની અવરજવર અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખીને કુલ ૪૬૭ હેક્ટર જમીન વિકસાવવામાં આવશે. આ માટે સેન્ટ્રલ હાઉસિંગ મિનિસ્ટ્રી દ્વારા એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ જપાનની પ્રખ્યાત સંસ્થા જપાન ઇન્ટરનૅશનલ કો-ઑપરેશન એજન્સી (JICA) સાથે કો-ઑર્ડિનેશનમાં રહીને કામ કરશે.



લોકલ ટૂરિઝમ અને ઉદ્યોગોને મોટો વેગ આપવા માટે અહીં એક વિશાળ બિઝનેસ હબ બનાવવાની યોજના છે. આ વિસ્તારમાં મોટા પાયે ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) આકર્ષવા માટે એને સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન (SEZ)નો દરજ્જો આપવામાં આવશે. મુસાફરોને ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો ન કરવો પડે અને તેઓ બુલેટ ટ્રેન સ્ટેશન સુધી ઝડપથી પહોંચી શકે એ માટે બે નવા કનેક્ટિંગ રૂટ પણ પ્રપોઝ કર્યા છે. 


કૉર્પોરેશન દ્વારા આ માસ્ટર પ્લાન વિશે નાગરિકો પાસેથી વાંધાઓ અને સૂચનો મગાવવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK