હિન્દી માટે ગઈ કાલે મોડી રાત્રે મીટિંગ બોલાવી દેવેન્દ્ર ફડણવીસે
ગઈ કાલે મોડી રાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ‘વર્ષા’ બંગલા પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્કૂલમાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવાના મુદ્દે હોબાળો મચ્યા બાદ ગઈ કાલે મોડી રાતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ‘વર્ષા’ બંગલા પર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, એજ્યુકેશન મિનિસ્ટર દાદાસાહેબ ભુસે, રાજ્ય મંત્રી ડૉ. પંકજ ભોયર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચર્ચા થયા બાદ એવો નિર્ણય લેવાયો છે કે આ સંદર્ભે બીજા વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવે. એ સિવાય મરાઠી ભાષાના વિદ્વાન, સાહિત્યકાર, રાજકીય નેતા અને અન્યો સામે આ પ્રસ્તાવ મૂકી તેમની સાથે સલાહ-મસલત કરવામાં આવે અને એ પછી એના પર અંતિમ નિર્ણય લેવામાં આવે.

