Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં હોળીની ઉજવણી ફેરવાઈ દુર્ઘટનામાં: લોકોને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ

મુંબઈમાં હોળીની ઉજવણી ફેરવાઈ દુર્ઘટનામાં: લોકોને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ

Published : 14 March, 2025 09:20 PM | Modified : 15 March, 2025 07:30 AM | IST | Mumbai
Sameer Surve | sameer.surve@mid-day.com

Holi celebrations in Mumbai: રંગોનો તહેવાર હોળી, કેટલાક લોકો માટે દુર્ભાગ્યપૂર્ણ બની ગયો. કારણ કે કેટલાક લોકોની જાહેર ન કરવામાં આવેલા કારણને લીધે ઈજાઓ થઈ હતી અને તેમને શહેરની મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય કીર્તિ સુરવે પરાડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય કીર્તિ સુરવે પરાડે)


હોળી બાદ આજે ધૂળેટીનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે. જોકે હોળીની ઉજવણી પછી આજે મુંબઈમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કેટલાક લોકોને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ઈજા પાછળનું કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.


રંગોનો તહેવાર હોળી, કેટલાક લોકો માટે દુર્ભાગ્યપૂર્ણ બની ગયો. કારણ કે કેટલાક લોકોની જાહેર ન કરવામાં આવેલા કારણને લીધે ઈજાઓ થઈ હતી અને તેમને શહેરની મહાનગરપાલિકા સંચાલિત હૉસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. કુલ ચાર દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી, જ્યારે ઘણા દર્દીઓને ઓપીડીમાં સારવાર આપવામાં આવી અને પછી તેમને રજા આપવામાં આવી.



ચાર દર્દીઓમાંથી, બે દર્દીઓને સાયનની લોકમાન્ય તિલક હૉસ્પિટલમાં અને બેને મુંબઈ સેન્ટ્રલની બી.એલ. નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સાયન હૉસ્પિટલમાં, એક દર્દીને ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજાને ઇજાઓ સાથે સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાકીના બે દર્દીઓને નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુમાં, સાત દર્દીઓએ કેઈએમ હૉસ્પિટલની ઓપીડીમાં સારવાર લીધી હતી, જ્યારે દસ દર્દીઓને કૂપર હૉસ્પિટલની ઓપીડીમાં સારવાર આપવામાં આવી હતી.


કેમિકલ્સ યુક્ત રંગોથી તમારા વાળ અને ત્વચાને આ રીતે બચાવો

વાળને ઓઇલથી બચાવોઃ


જ્યારે સેલિબ્રિટીઝની વાત આવે છે ત્યારે જાહેરમાં તૈલી વાળ સાથે જવું સામાન્ય નથી પરંતુ જ્યારે દીપિકા પાદુકોણ જેવી વ્યક્તિ તેના વાળમાં ઓઇલ નાખે છે, ત્યારે તેની પાછળ યોગ્ય કારણ હોય છે. હોળી દરમિયાન તેલયુક્ત વાળ હોય તો તે રક્ષણાત્મક આવરણ બની જાય છે અને તમારા વાળના મૂળ સુધી રંગોને પ્રવેશતા અટકાવે છે, જે અંતે નુકસાનને પણ અટકાવે છે.  રમી લીધા બાદ તેનાથી તમારા વાળ ધોવામાં પણ સરળતા રહે છે. વધુમાં, તમારા વાળ પૂરતા પ્રમાણમાં હાઇડ્રેટેડ લાગે છે.  હોળી રમવાના થોડા કલાકો પહેલા તમારા ખોપરી ઉપરની ચામડી અને વાળ પર પુષ્કળ પ્રમાણમાં તેલની માલિશ કરો.

તમારા વાળને બાંધી લો અથવા બન્સ પહેરોઃ

હોળી દરમિયાન તમારા વાળ ખુલ્લા રાખવાથી તેમને નુકસાન થઈ શકે છે. તેથી જો તમે વાળને રંગના નુકસાનથી બચાવવા માંગતા હો તો બાંધો. આ માટે બન્સ યોગ્ય છે. જે વાળની ગૂંચવણોને અટકાવે છે અને વાળને રંગોના સીધા સંપર્કમાં આવતા અટકાવે છે. આલિયા ભટ્ટે ઘણીવાર આ આ પ્રકારના દેખાવને અપનાવ્યો છે. કોઈપણ વ્યક્તિ સગવડ અને શૈલી પ્રમાણે ફ્રેન્ચ બ્રેઈડસ , ડચ બ્રેઈડસ અથવા તો મિલ્કમઈડ બ્રેઈડસ સાથે પ્રયોગ કરી શકે છે. ઉત્કૃષ્ટ ભારતીય રંગોમાં સુંદર ફૂલો હોય એવી કોઈ સ્ટાઇલના બ્રેઈડસ સાથે પણ પ્રયોગ કરી શકાય છે. જે વાળને પણ સુરક્ષિત રાખશે અને સ્ટાઈલિશ પણ દેખાશો.

સ્કાર્ફ પહેરોઃ

કરીના કપૂર ખાને સ્કાર્ફની સ્ટાઈલમાં તો નિપુણ છે જ. હોળીના રંગોને તમારા વાળથી દૂર રાખવાની પણ આ એક સારી રીત કહી શકાય. સ્કાર્ફ અને બેન્ડસ યુવી કિરણોથી પણ વાળનું રક્ષણ કરે છે અને સ્ટાઇલિશ દેખાવ પણ આપે છે. સાથે તેલયુક્ત વાળપણ દેખાતા નથી. ખાસ વાત એ છે કે સ્કાર્ફ અને બેન્ડસ બહુમુખી છે અને સ્વાભાવિક બન્સ, બ્રેઇડ્સ અથવા પોનીટેલ્સ સાથે સારી રીતે સ્ટાઈલ ઊભી કરે છે.  તેઓ તમારા વાળને નુકસાનથી બચાવતી વખતે તમારા દેખાવમાં પણ વધારો કરે છે.

હોળી રમ્યા પછી વાળની સંભાળને ગંભીરતાથી લોઃ

તમારા વાળમાંથી રંગો સારી રીતે નીકળી જાય એ પ્રમાણે ધોવા જોઈએ. ખોપરી ઉપરની ચામડીના શુષ્કતાની કાળજી પણ લેવી જોઈએ. તમારા વાળની કુદરતી નરમાઈ અને ચમકને યથાવત રાખવા માટે યોગ્ય ડીપ કંડિશનર પસંદ કરો. હું ઇંડા, એલોવેરા, મધ, એવોકાડો, કેળા, દહીં, આર્ગન ઓઇલ વગેરેથી બનેલા વિવિધ હાઇડ્રેટિંગ માસ્કની પણ ભલામણ કરું છું.  આ માસ્ક ભેજને અટકાવે છે. અને તમારી ખોપરી ઉપરની ચામડીને નુકસાન કરતાં અટકાવે છે. કિયારા અડવાણીના તંદુરસ્ત વાળ તે તેણે લીધેલી આ પ્રમાણેની કાળજીને લીધે જ ચમકતા હોય છે.

થર્મલ હેર સ્ટાઇલ કરવાનું ટાળોઃ

ફ્લેટ આયર્ન, હેર સ્ટ્રેટનર, હેર ડ્રાયર અને કર્લિંગ આયર્ન વાળને સ્ટાઇલિશ કરવા માટે વપરાતા હોય છે પણ તેઓ વાળના મૂળને નબળા પાડી શકે છે અને વાળ ખરવાનું કારણ બની શકે છે. હોળી પછી, રંગથી ભીના વાળ પહેલેથી જ નાજુક સ્થિતિમાં હોય છે અને ગરમી વાળને વધુ બરડ બનાવી શકે છે.  તમારા તાજા ધોયેલા વાળને કુદરતી રીતે સૂકવવા દો અને પૌષ્ટિક સીરમનો પણ ઉપયોગ કરો.  અનન્યા પાંડે પણ શિસ્તબદ્ધ વાળની સંભાળ લે છે. તે સ્ટાઇલ ટૂલ્સમાં આ પ્રકારની ગરમી આપવાનું ટાળે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2025 07:30 AM IST | Mumbai | Sameer Surve

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK