દરેક ડબ્બામાં ૪ અને એન્જિનમાં ૬ કૅમેરા લાગશે : ડબ્બાના એન્ટ્રી-પૉઇન્ટ અને કૉમન એરિયામાં પણ લાગશે કૅમેરા
પ્રતીકાત્મક તસવીર
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક મોટું પગલું ભર્યું છે. ટ્રેનના દરેક કોચમાં ૪ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા અને લોકોમોટિવમાં ૬ કૅમેરા લગાવવામાં આવશે. કોચના એન્ટ્રી પૉઇન્ટ અને કૉમન એરિયામાં પણ બે CCTV કૅમેરા લગાવવામાં આવશે. આ કૅમેરા હાઈ સ્પીડ અને ઓછા પ્રકાશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિયો રેકૉર્ડ કરશે જે મુસાફરોની સુરક્ષામાં સુધારો કરશે.
આ સંદર્ભમાં રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ‘મુસાફરોની સુરક્ષા વધારવાના ઉદ્દેશથી તમામ ૭૪,૦૦૦ કોચ અને ૧૫,૦૦૦ એન્જિનમાં CCTV કૅમેરા લગાવવામાં આવશે. આ કૅમેરા અત્યાધુનિક હશે અને ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે અને ઓછા પ્રકાશમાં પણ ઉચ્ચ ગુણવત્તાવાળાં ફુટેજ પ્રદાન કરશે.

