ગોરેગામ-ઈસ્ટમાં દીપડાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે
દીપડો આ જાળી કૂદીને અંદર આવી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
પુણેમાં દીપડાએ ફેલાવેલા આતંક વચ્ચે તાજેતરમાં મુંબઈના ગોરેગામમાં પણ દીપડો દેખાતાં દહેશત ફેલાઈ હતી. ગોરેગામ-ઈસ્ટમાં દીપડાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેના કારણે સ્થાનિકોમાં ડર ફેલાયો છે. અહેવાલો પ્રમાણે ન્યુ દિંડોશી રૉયલ હિલ્સ સોસાયટીમાં એક દીપડો ફરતો જોવા મળ્યો હતો જે નૅશનલ પાર્કમાંથી ફરતો-ફરતો આ તરફ આવી ગયો હોવો જોઈએ. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાના ડરને લીધે સિક્યૉરિટી માટેની જાળીઓ મૂકવામાં આવી હતી. જોકે હવે દીપડો આ જાળી કૂદીને અંદર આવી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.


