૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૧૦૨ બેઠકો પર પહેલા તબક્કામાં થશે મતદાન
ગઈ કાલે કેરલાના તિરુવનંતપુરમમાં પોસ્ટલ બૅલટના માધ્યમથી વોટ આપતા એક સિનિયર સિટીઝન
લોકશાહીનું સૌથી મોટું પર્વ જેને માનવામાં આવે છે એવી લોકસભાની ચૂંટણીનો આવતી કાલથી આરંભ થઈ રહ્યો છે. ૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૧૦૨ બેઠકો પર આવતી કાલે મતદાન થશે અને ઉમેદવારોનું ભાવિ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM)માં બંધ થશે. ૧૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં સંપૂર્ણ મતદાન થશે જેમાં તામિલનાડુમાં ૩૯ બેઠક, ઉત્તરાખંડમાં પાંચ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને મેઘાલયમાં બે-બે બેઠક; જ્યારે મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, લક્ષદ્વીપ, પુડુચેરી અને આંદામાન-નિકોબાર ટાપુની એક-એક બેઠકનો સમાવેશ છે. બીજી તરફ ૧૧ રાજ્યોમાં આંશિક બેઠકો પર મતદાન થશે.