બીડ શહેરની નાગોબા ગલીમાં આ ઘટના સોમવારે સાંજે બની હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બીડમાં ૬ વર્ષના એક છોકરાએ ફટાકડો ફોડવાના પ્રયાસમાં એક આંખ ગુમાવવી પડી હતી. બીડ શહેરની નાગોબા ગલીમાં આ ઘટના સોમવારે સાંજે બની હતી. ૬ વર્ષના તે છોકરાએ ફટાકડો સળગાવ્યો હતો, પણ એ ફૂટ્યો નહીં એટલે તેણે ફટાકડાને ફરી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે બીજી વાર સળગાવવા ગયો એ જ વખતે ફટાકડો ફૂટતાં છોકરાની ડાબી આંખમાં ઈજા થઈ હતી. તેનો પરિવાર તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયો હતો. હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું હતું કે ફટાકડાને કારણે છોકરાની ડાબી આંખનો કૉર્નિયા સંપૂર્ણપણે ડૅમેજ થઈ ગયો હોવાથી તે હવે પછી ડાબી આંખેથી જોઈ નહીં શકે.

