Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાહનોની સંખ્યા વધી એટલે હવે નવી RTO ખોલવાની મંજૂરી

વાહનોની સંખ્યા વધી એટલે હવે નવી RTO ખોલવાની મંજૂરી

Published : 18 June, 2026 01:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં રાજ્યભરમાં કુલ ૨૪ RTO અને ૩૬ સબ-RTO છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) સહિત રાજ્યભરમાં વાહનોની સંખ્યામાં વધારા સાથે મહારાષ્ટ્ર સરકારે નવી રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) અને સબ-RTO સ્થાપવા માટે મંજૂરી આપી છે. સરકારનો આ નિર્ણય ટ્રાન્સપોર્ટ સંબંધિત સેવાઓને ઝડપી, વધુ સુલભ અને સિટિઝન-ફ્રેન્ડ્લી બનાવવાનો છે. હાલમાં રાજ્યભરમાં કુલ ૨૪ RTO અને ૩૬ સબ-RTO છે. મુંબઈમાં કુલ વાહનોની વસ્તી ૫૪ લાખને વટાવી ગઈ છે, જ્યારે રાજ્યભરમાં એ સંખ્યા ૪ કરોડથી વધુ છે જેમાં મોટા ભાગનાં ટૂ-વ્હીલર છે.

વ્હીકલ રજિસ્ટ્રેશનમાં સતત વધારો, વધતી વસ્તી અને હાલના ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા પ્રેશરને જોઈને આ પહેલ કરવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક એક્સપર્ટ કમિટીએ મુખ્ય ભલામણો દર્શાવતો પોતાનો અહેવાલ સરકારને સુપરત કરી દીધો છે. સૈદ્ધાંતિક મંજૂરી આપવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.



પ્રસ્તાવિત વિસ્તરણનો હેતુ ખાસ કરીને દૂરના અને ઝડપથી શહેરીકરણ પામતા વિસ્તારોના નાગરિકોને લાભ આપવાનો છે જેમને વ્હીકલ રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવા, વ્હીકલ નિરીક્ષણ અને ટૅક્સ પેમેન્ટ જેવી જરૂરી સેવાઓ મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે.


નવી RTO માટેના માપદંડ

વ્યવસ્થિત ડેવલપમેન્ટ કરવા માટે રાજ્ય સરકારે નવી RTOની સ્થાપના માટે સ્પષ્ટ માપદંડ નક્કી કર્યા છે. દરેક પ્રપોઝ્ડ RTO ઓછામાં ઓછા ૪ તાલુકાઓને સેવા આપવી જોઈએ, પાંચ લાખથી વધુ રજિસ્ટર્ડ વાહનોને આવરી લેવાં જોઈએ અને ૭ લાખથી વધુ વસ્તીને સેવા આપવી જોઈએ. વધુમાં આ વિસ્તાર વાર્ષિક ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની આવક ઉત્પન્ન કરે એ જરૂરી છે. હાલના RTOથી ૫૦ કિલોમીટરથી વધુ દૂર આવેલા પ્રદેશોને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યાં સંપૂર્ણ સુવિધાયુક્ત RTO શક્ય ન હોય એવા વિસ્તારોમાં સરકાર આવશ્યક સેવાઓની પહોંચ સુધારવા માટે વાહનો માટે ઑટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન અને ઑટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રૅક બેસાડવાની યોજના ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2026 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK