Maharashtra Crime: આઠ આઠ વખત પરણી ચૂકેલી દુલ્હને નવમી વખત લગ્ન કરવાને બહાને ઉમાપૂરના એક મુરતીયાને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના બીડમાંથી હેરાન કરી મૂકે તેવા સમાચાર (Maharashtra Crime) સામે આવ્યા છે. અહીં એક દુલ્હને નવ નવ મુરતીયાને છેતર્યા હોવાની માહિતી મળી રહી છે. મહારાષ્ટ્રના બીડમાં ખોટેખોટા લગ્ન કરાવીને યુવાનોને છેતરનારી એક ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા યુવાન મુરતીયાઓને ટાર્ગેટ કરતી હતી. તાજતેરમાં જ ગેવરાઈ તાલુકાના ઉમાપુર ગામમાં એક કિસ્સો બન્યો. આઠ આઠ વખત પરણી ચૂકેલી દુલ્હને નવમી વખત લગ્ન કરવાને બહાને ઉમાપૂરના એક મુરતીયાને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા.
કઇ રીતે જાળમાં ફસાયો ઉમાપુરનો મુરતિયો?
ADVERTISEMENT
આ મુરતિયાનું નામ છે યોગેશ શિંદે. પ્રાપ્ત માહિતી અનુસાર કેટલાક એજન્ટોએ યોગેશનો પરિચય એક યુવતી સાથે કરાવી આપ્યો હતો. એટલું જ નહીં પણ આ બંનેના લગ્નનું પણ ગોઠવી આપ્યું હતું. જોકે, લગ્ન ફિક્સ કરવા માટે એજન્ટોએ યોગેશ પાસેથી મોટી રકમ માંગી હતી. પોતાના લગ્ન થઈ રહ્યા હોવાને નાતે યોગેશે એ મોટી રકમ ચૂકવી પણ દીધી હતી. જોકે, પૈસા આપ્યા બાદ યોગેશની અને પેલી યુવતીના લગ્ન પણ લેવાયા હતા. પરંતુ થોડા જ દિવસોમાં પેલી યુવતી નાસી ગઈ. ન ટો યુવતીની ભાળ મળી કે ન તો પેલા એજન્ટોની. પૂછપરછ કરવા ગયેલા યોગેશને જાણવા (Maharashtra Crime) મળ્યું હતું કે એ પોતે જે યુવતીને પરણેલો હતો એ તો આની પહેલાં આઠ પુરુષો સાથે લગ્ન કરી ચૂકી હતી. અને એ દરેક મુરતિયા પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ ગઈ હતી.
યોગેશે પોલીસ કાર્યવાહીની માંગ કરી
આ સમગ્ર કાવતરા (Maharashtra Crime)નો ખ્યાલ આવતાં જ યોગેશના પગ તળેથી જમીન ખસી ગઈ છે. યોગેશે આ કાવતરા પાછળ સંડોવાયેલી ગેંગ સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસનો સંપર્ક કર્યો છે. બીડના પોલીસ અધિક્ષકને આપેલી ફરિયાદમાં યોગેશે તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું કહ્યું છે. આ પરિસ્થિતિમાં તેને તો જીવન પણ ટૂંકાવી દેવાના વિચારો આવી રહ્યા છે એવું એણે ફરિયાદમાં જણાવ્યું છે. યોગેશને એ વાતની જાણ જ નહોતી કે યુવતીએ અગાઉ આટલા બધા લગ્ન કર્યા હતા. યોગેશને અંધારામાં રાખીને તેની સાથે ફ્રોડ કરવામાં આવ્યો હોઇ તેણે ન્યાયની માંગ કરી છે. હાલમાં ચકલમ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
એવી પણ માહિતી (Maharashtra Crime) સામે આવી છે કે આ રેકેટ ખાસ કરીને બીડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મુરતિયાઑને જ નિશાન બનાવે છે. જેવી ખબર પડે કે કોઈ પરિવાર પોતાના ઘરના મુરતિયા માટે યુવતી શોધી રહ્યો છે કે આ ગેંગ ત્યાં જઈને જાળ બિછાવતી. આ ગેંગે આવા મુરતિયા ઓળખવા માટે એજન્ટોનો સહારો લીધો હતો અને લગ્ન કરાવી આપવાના બહાને પૈસા પડાવ્યા હતા. મોટેભાગે લગ્નના થોડા દિવસો પછી યુવતી ઘરેણાં, રોકડ અને અન્ય કિંમતી ચીજો લઈને ફરાર થઈ જતી હતી.
પોલીસ આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે એ સૌને શોધવાનો પ્રયાસ કરી રહી છે.
