Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્ર સરકારે ગૂગલ અને ઍપલને બાઇક-ટૅક્સીની ઍપ્સ દૂર કરવાની નોટિસ ફટકારી

મહારાષ્ટ્ર સરકારે ગૂગલ અને ઍપલને બાઇક-ટૅક્સીની ઍપ્સ દૂર કરવાની નોટિસ ફટકારી

Published : 17 May, 2026 08:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતમાં કામ કરતી બન્ને ટેક જાયન્ટ્સ હવે ભારતીય અધિકાર ક્ષેત્રને આધીન છે અને બાઇક-ટૅક્સીને લગતી કોઈ પણ ઘટનાની જવાબદારી એમની રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સાઇબર પોલીસે ગૂગલ અને ઍપલને કાનૂની નોટિસ ફટકારી છે જેમાં ગેરકાયદે બાઇક-ટૅક્સીના સંચાલનનો ઉલ્લેખ કરીને ઓલા, ઉબર અને રૅપિડોને તેમની ઍપ સ્ટોર્સમાંથી તાત્કાલિક દૂર કરવાની માગણી કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે તાજેતરમાં જ બાઇક-ટૅક્સી ગેરકાયદે રીતે ચાલતી હોવાથી કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. ગૂગલની અમેરિકાના માઉન્ટન વ્યુમાં આવેલી ઑફિસ અને અમેરિકાના ક્યુપરટિનોમાં આવેલી ઍપલની ઑફિસમાં મોકલવામાં આવેલી નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે ભારતમાં કામ કરતી બન્ને ટેક જાયન્ટ્સ હવે ભારતીય અધિકાર ક્ષેત્રને આધીન છે અને બાઇક-ટૅક્સીને લગતી કોઈ પણ ઘટનાની જવાબદારી એમની રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK