Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Maharashtra Politics:  ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર ઝટકો આપશે એકનાથ શિંદે? હવે આટલા નગરસેવકોના પક્ષપલટાની ચર્ચા

Maharashtra Politics:  ઉદ્ધવ ઠાકરેને ફરી એકવાર ઝટકો આપશે એકનાથ શિંદે? હવે આટલા નગરસેવકોના પક્ષપલટાની ચર્ચા

Published : 10 July, 2026 11:50 AM | Modified : 10 July, 2026 11:55 AM | IST | Nashik
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra Politics: નાસિક ઉપરાંત પણ રાજ્યના ઘણા નેતાઓ પણ શિંદેસેનામાં જોડાવાની ઈચ્છા ધરાવે છે એવો દાવો શિંદેસેનાના નેતા અજય બોરસ્તેએ કર્યો છે.

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે

ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે


મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ (Maharashtra Politics) ગરમાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે કે એકનાથ શિંદે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને મોટી ઝટકો આપવાની તૈયારી કરી રહ્યા છે. ગયા મહિને ૬ સાંસદોએ બળવો કર્યો હતો ત્યારે જ કહેવામાં આવતું હતું કે ઉદ્ધવસેનાના ૧૪ નેતાઓ ટૂંક જ સમયમાં શિંદેસેનામાં જોડાઈ જશે. હાલ રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક કોર્પોરેટર પણ શિવસેનાના સંપર્કમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. અને ઉદ્ધવસેનાના દસથી ૧૨ કોર્પોરેટર શિંદેસેનાના સંપર્કમાં હોવાની વાતથી જાણે નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટા ફેરફારો થશે તેવું વાતાવરણ બંધાઈ રહ્યું છે.

ઠાકરેસેનાના એક મોટા નેતા પણ શિવસેનાના સંપર્કમાં હોવાની ચર્ચા!



નાસિકમાં ઠાકરેસેનાના દસથી બાર કોર્પોરેટર શિંદેસેનાના કોન્ટેક્ટમાં (Maharashtra Politics) હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સાથે જ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા નગરસેવકોએ સિનિયર નેતાઓ સાથે બંધ બારણે મીટીંગો પણ કરી લીધી હોવાની વાતો ચર્ચાઇ રહી છે. એટલું જ નહીં, પણ આ નગરસેવકોને વોર્ડ પ્રમાણે પાંચ કરોડ રૂપિયાનું વિશેષ ફંડ સુદ્ધાં અપાયું હોવાની વાતોએ વેગ પકડ્યો છે. ઠાકરેસેનાના એક મોટા નેતા પણ શિવસેનાના સંપર્કમાં હોવાની વાત થઈ રહી છે. આમ, ઓપરેશન ટાઈગરે નાસિકના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.


નેતા અજય બોરસ્તેનો દાવો

નાસિક ઉપરાંત પણ રાજ્યના ઘણા નેતાઓ (Maharashtra Politics) પણ શિંદેસેનામાં જોડાવાની ઈચ્છા ધરાવે છે એવો દાવો શિંદેસેનાના નેતા અજય બોરસ્તેએ કર્યો છે. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ એક ઓપરેશન નથી પરંતુ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે નેતાઓને ખેંચાણ છે.  બોરસ્તેએ દાવો કર્યો હતો કે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીને પગલે આમાંના ઘણા પ્રવેશ ગ્રામીણ વિસ્તારોમાં થશે.


નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના (Maharashtra Politics) પંદર જેટલા કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે. પણ હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાંથી ૧૦-૧૨ કોર્પોરેટર શિંદેસેનાના સંપર્કમાં છે. તે વચ્ચે ગઈકાલે શિવસેનાના જિલ્લા પ્રમુખ ડી. જી. સૂર્યવંશી, મહાનગર પ્રમુખ પ્રથમેશ ગીતે અને મનપા (મહાનગરપાલિકા) જૂથ નેતા કેશવ પોરજેના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે કમિશનર મુલાકાત લીધી હતી. તેમણે શહેરના રસ્તાઓની બિસ્માર હાલત, રસ્તા પર પડેલા મોટા ભૂવાઓ, પાણી ભરાઈ જવું અને અન્ય નાગરિક સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપ્યું હતું.

રાયગઢમાં રાષ્ટ્રવાદી શિવસેનાને મોટો ઝટકો

રાયગઢમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ શિવસેનાને મોટો ઝટકો (Maharashtra Politics) આપ્યો છે. શિવસેનાના રોહાના પૂર્વ તાલુકા પ્રમુખ મનોજ શિંદે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. આજે સાંસદ સુનિલ તટકરેની હાજરીમાં આ પક્ષ પ્રવેશ સમારોહ યોજાશે. મનોજ શિંદેના પક્ષપ્રવેશથી રોહા તાલુકાના રાજકીય સમીકરણો ચોક્કસથી બદલાઈ જશે. મનોજ શિંદે શિંદે શિવસેનાના પૂર્વ રોહા તાલુકા પ્રમુખ અને ઉત્તર રાયગઢના ઉપજિલ્લા પ્રમુખ હતા. નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ તેમની શિંદે શિવસેનામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2026 11:55 AM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK