નવા નિયમ પ્રમાણે, પ્રવાસીઓ હવે ફ્લાઈમાં માત્ર એક હેન્ડ બૅગ જ લઈ જઈ શકશે. ફ્લાઈટમાં લગેજના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. BCASના નવા નિયમો હેઠળ હવે પ્રવાસીઓને ફ્લાઈટની અંદર માત્ર એક જ હેન્ડ બૅગ અથવા કેબિન બૅગ લઈ જવાની પરમિશન મળશે.
પ્રતીકાત્મક તસવીર
નવા નિયમ પ્રમાણે, પ્રવાસીઓ હવે ફ્લાઈટમાં માત્ર એક હેન્ડ બૅગ જ લઈ જઈ શકશે. ફ્લાઈટમાં લગેજના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. BCASના નવા નિયમો હેઠળ હવે પ્રવાસીઓને ફ્લાઈટની અંદર માત્ર એક જ હેન્ડ બૅગ અથવા કેબિન બૅગ લઈ જવાની પરમિશન મળશે.
વર્ષ 2024 પૂરું થવામાં છે, હવે લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે. આ અવસરે લોકો રજાઓ ઉજવવા માટે ટ્રાવેલ કરતાં હોય છે. એવામાં લોકો સામાન લઈને જતા હોય છે. જો તમે પણ ન્યૂ યરની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારે માટે આ સમાચાર ખૂબ જ વધારે જરૂરી છે. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ફ્લાઈટમાં પ્રવાસ કરવા માટેનો એક નિયમ બદલાઈ ગયો છે. જો તમે આ વિશે જાણ્યા વગર જ જો ઍરપૉર્ટ પહોંચી જશો, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હકીકતે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યૂરો (BCAS)એ હેન્ડ બૅગ પલિસીમાં ફેરફાર કર્યો છે.
ADVERTISEMENT
નવી હેન્ડ બેગ પૉલિસી શું છે?
નવા નિયમ અનુસાર, મુસાફરો હવે ફ્લાઇટની અંદર ફક્ત એક જ હેન્ડ બેગ લઈ શકશે. ફ્લાઈટમાં લગેજના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. BCASના નવા નિયમો હેઠળ હવે મુસાફરોને ફ્લાઈટની અંદર માત્ર એક હેન્ડ બેગ અથવા કેબિન બેગ લઈ જવાની છૂટ હશે. આ નિયમ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ બંને પર લાગુ થશે. હેન્ડબેગ સિવાય, જે પણ બૅગ્સ છે તેમાં ચોક્કસપણે તેની તપાસ કરવી પડશે. મુસાફરોની વધતી સંખ્યાને કારણે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે
BCAS અને એરપોર્ટની સુરક્ષા માટે તૈનાત CISFએ હવે નિયમો કડક બનાવ્યા છે. કડકાઈના કારણે હવે રિલાયન્સે પણ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, પ્રીમિયમ ઈકોનોમી અને ઈકોનોમી ક્લાસ પેસેન્જર્સને મહત્તમ 7 કિલો સુધીની હેન્ડ બેગ લઈ જવાની છૂટ છે, જ્યારે બિઝનેસ અથવા ફર્સ્ટ ક્લાસ પેસેન્જર્સ માટે આ મર્યાદા 10 કિલો રાખવામાં આવી છે.
સામાનનું કદ 40 CM (લંબાઈ), 20 CM (પહોળાઈ) અને 55 CM (ઊંચાઈ) થી વધુ ન હોવું જોઈએ. એક હેન્ડ બેગ સિવાય તમામ બેગની તપાસ કરાવવી જરૂરી રહેશે.
ઈન્ડિગો એરલાઈન્સે તેના હેન્ડ બેગેજ નિયમો પણ સમજાવ્યા છે. ઈન્ડિગો મુસાફરો એક કેબિન બેગ લઈ શકે છે. બેગનું કદ 115 સેમીથી વધુ ન હોવું જોઈએ અને વજન 7 કિલોથી વધુ ન હોવું જોઈએ.
તમે એક વ્યક્તિગત બેગ પણ લઈ શકો છો, જેમ કે લેડીઝ પર્સ અથવા નાની લેપટોપ બેગ, જેનું વજન 3 કિલોથી વધુ ન હોય ઈન્ડિગોમાં તમને બે બેગ - એક કેબિન બેગ અને એક વ્યક્તિગત બેગ લઈ જવાની છૂટ છે. જો તમે નિયમોનું પાલન ન કરો, તો તમારે વધારાના શુલ્ક અથવા દંડ ચૂકવવો પડી શકે છે.