Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તુકારામ મુંઢે હવે ન્યુટ્રાસ્યુટિકલ્સનો વારો કાઢશે

તુકારામ મુંઢે હવે ન્યુટ્રાસ્યુટિકલ્સનો વારો કાઢશે

Published : 05 October, 2026 07:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રિસ્ક્રિપ્શન વિના લેવામાં આવતાં આ સપ્લિમેન્ટ્સની આડઅસરને ધ્યાનમાં રાખીને નિયમો જાહેર કરાશે

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


ઍનલૉગ પનીર, ભેળસેળયુક્ત દૂધ, ખાદ્ય તેલ અને અસ્વચ્છ રેસ્ટોરાં પર કાર્યવાહી કર્યા પછી, મહારાષ્ટ્રનું  ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે કે ફૂડમાં પોષક તત્ત્વોનાં સપ્લિમેન્ટ્સ પર ઍક્શન લેવાની તૈયારી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં એ માટેનો આદેશ બહાર પાડવામાં આવશે.  
FDA કમિશનર તુકારામ મુંઢેએ ન્યુટ્રાસ્યુટિકલ્સ પર વિભાગના અત્યાર સુધીનાં તારણો ખલેલ પહોંચાડનારાં ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ‘આ ન્યુટ્રાસ્યુટિકલ્સ કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વિના ખાવામાં આવે છે. ઉત્પાદનોમાં એક ઘટક હોવાનો દાવો કરવામાં આવે છે જે વાસ્તવમાં એમાં હોતો નથી. વળી એની ઘણી આડઅસરો છે, દાવાઓ ભ્રામક છે અને વપરાશ જેવો હોવો જોઈએ એવો નથી.’ 
તેમણે કહ્યું કે નવા આદેશ હેઠળ લેબલિંગ અને ટેસ્ટિંગ સહિત ઇન્ગ્રીડિઅન્ટ્સ સામગ્રી, વપરાશ, પ્રિસ્ક્રિપ્શન, વેચાણ બધું જ કવર કરી લેવામાં આવશે.  

૨૦૨૫માં ભારતનું ડાયેટરી સપ્લિમેન્ટ્સ માર્કેટ ૨૦,૧૪૬ કરોડ રૂપિયાનું હતું અને ૨૦૩૪ સુધીમાં એ ૫૭,૨૬૨ કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે જે વાર્ષિક ૧૨ ટકાના દરે વધશે એમ એક માર્કેટ રિસર્ચ ફર્મનો અંદાજ છે. 



થાણે અને પાલઘરમાંથી પોણાત્રણ કરોડના ફ્લેવર્ડ ગુટકા-પાનમસાલા પકડાયા


મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા થાણે અને પાલઘરમાં શુક્રવારે અને શનિવારે વિવિધ સ્થળોએ રેઇડ પાડીને પ્રતિબંધિત ફ્લેવર્ડ તંબાકુ, ગુટકા-પાનમસાલા તથા એને અહીં લઈ આવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલાં વાહનો સહિત આશરે ૨.૬૯ કરોડ રૂપિયાનો માલ-સામાન જપ્ત કર્યો હતો. થાણે ઝોન-૧૦માં ૧.૦૧ કરોડ રૂપિયાનો માલ, ઝોન-૭માં ૧.૦૪ કરોડ રૂપિયાનો માલ તથા પાલઘરમાં ૬૩.૫ લાખ રૂપિયાની સામગ્રી જપ્ત કરવામાં આવી હોવાની માહિતી FDA દ્વારા આપવામાં આવી હતી. આ મામલામાં સંડોવાયેલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું FDAના અધિકારીઓએ જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK