શિવસેના (UBT) સાથે યુતિ, BMC અને રાજ્યની અન્ય સુધરાઈઓની ચૂંટણી વગેરે વિશે થશે ચર્ચા
પ્રતીકાત્મક તસવીર
મરાઠીના મુદ્દે ફરી એક વાર લાઇમલાઇટમાં આવી ગયેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ હવે BMCની ચૂંટણી પર લક્ષ્ય રાખ્યું છે અને એ માટેની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે. એણે આજથી ઇગતપુરીમાં ૩ દિવસની શિબિરનું આયોજન કર્યું છે જેમાં MNSના રાજ્યભરના નેતાઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવાના છે.
BMCની ચૂંટણીની રણનીતિ, દિશા અને કાર્યપદ્ધતિ પર આ શિબિરમાં નિર્ણય લેવાય એવી અટકળો મુકાઈ રહી છે. બીજું, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) સાથે યુતિ કરવી કે નહીં એની પણ આ શિબિરમાં જાહેરાત કરવામાં આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. એમ છતાં કાર્યકરો અને પદાધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે આ ગુપ્ત શિબિર છે અને એની કોઈ પણ માહિતી લીક ન થવી જોઈએ. એથી ખરેખર આ ગુપ્ત શિબિર પછી શું ઍક્શન લેવાય છે એના પર મુંબઈગરાની નજર મંડાયેલી છે.

