Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૬૦ હાઉસિંગ પ્રોજેક્ટ્સને ૧૮ દિવસમાં લીલી ઝંડી

૧૦૬૦ હાઉસિંગ પ્રોજેક્ટ્સને ૧૮ દિવસમાં લીલી ઝંડી

Published : 02 April, 2026 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈમાં ૨૩૮ અને થાણેમાં ૧૮૫ પ્રોજેક્ટ્સ‌‌‌ને મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (MahaRERA)એ એક મોટું પગલું ભર્યું છે. ગુઢીપાડવાના શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને ૧૮ દિવસમાં ઑથોરિટીએ રાજ્યભરમાં કુલ ૧૦૬૦ હાઉસિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. એમાં ૪૮૬ નવાં રજિસ્ટ્રેશન, ૪૨૬ પ્રોજેક્ટ્સના સમયગાળામાં વધારો અને ૧૪૮ સુધારા-દરખાસ્તોનો સમાવેશ થાય છે.

હિન્દુ સંસ્કૃતિમાં પાડવાને સાડાત્રણ શુભ મુહૂર્તમાંનું એક માનવામાં આવે છે જે ઘર ખરીદવા માટે અત્યંત ઉત્તમ ગણાય છે. આ પરંપરાને જાળવી રાખીને ડેવલપર્સ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ દરખાસ્તો પર MahaRERAએ દિવસ-રાત કામ કરીને મંજૂરીની મહોર મારી છે. માત્ર પાડવાના આગલા દિવસે જ ૨૧૧ જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૨૪ નવા પ્રોજેક્ટ્સને રજિસ્ટ્રેશન-નંબર ફાળવવામાં આવ્યા હતા. મંજૂર થયેલા ૧૦૬૦ પ્રોજેક્ટ્સમાં ભૌગોલિક દૃષ્ટિએ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) અને પુણે મોખરે રહ્યાં છે. મુંબઈ શહેરમાં ૪૨, ઉપનગરમાં ૧૯૬ અને થાણેમાં ૧૮૫ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી છે.



પ્રોજેક્ટ પૂરો કરવાના પ્લાન અને નિયમોના પાલનને આધારે ૪૨૬ ચાલુ પ્રોજેક્ટ્સને મુદતવધારો આપવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK