Jharkhand Man Molested Woman at Dadar Station: મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર દારૂના નશામાં ચકચૂર વ્યક્તિએ ભીડનો લાભ ઉઠાવી એક મહિલાની છેડતી કરી હતી. આ ઘટના બાદ લોકોના ટોળાએ આ વ્યક્તિને પકડી જોરદાર માર માર્યો અને ત્યારબાદ પોલીસે તેને ઝડપી લીધો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કી હાઇલાઇટ્સ
- દાદર સ્ટેશન પર ભીડનો લાભ લઈ મહિલાની છેડતીનો પ્રયાસ
- ભીડે આરોપીને પકડી જોરદાર માર મારી GRPને સોંપ્યો
- દાદર GRP પોલીસે નશામાં ચકચૂર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો
મુંબઈના દાદર રેલવે સ્ટેશન પર એક ઘૃણાસ્પ્દ ઘટના બની હતી, જેમાં દારૂના નશામાં ચકચૂર વ્યક્તિએ ભીડનો લાભ ઉઠાવી એક મહિલાની છેડતી કરી હતી. આ ઘટના બાદ લોકોના ટોળાએ આ વ્યક્તિને પકડી જોરદાર માર માર્યો અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના બુધવારની સાંજે 6 થી 7 વાગ્યા દરમિયાન દાદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 8 પર બની હતી, જે સમયે સ્ટેશન પર ભારે ભીડ હોય છે. પીડિતા, જે 30 વર્ષિય ગૃહિણિ છે, તે ટ્રેનની રાહ જોઈ રહી હતી ત્યારે આ વ્યક્તિએ ભીડનો લાભ લઈ તેનો અયોગ્ય રીતે સ્પર્શ કર્યો.
ADVERTISEMENT
મહિલાએ તરત ઉઠાવ્યો અવાજ
આ અયોગ્ય વર્તનથી આશ્ચર્યચકિત મહિલા તરત જ બુમાબુમ કરવા લાગી. તેના અવાજથી અન્ય મુસાફરો દોડી આવ્યા અને તાત્કાલિક આ આરોપીને પકડી લીધો. ભીડમાં હાજર લોકોએ ગુસ્સામાં આ વ્યક્તિને જોરદાર માર માર્યો અને ત્યારબાદ તેને સ્ટેશન પર હાજર પોલીસને સોંપી દેવામાં આવ્યો.
દાદર GRP પોલીસે કરી કાર્યવાહી
પોલીસ આ આરોપીને દાદર GRP પોલીસ સ્ટેશને લઈ ગઈ, જ્યાં તેના પર છેડતીના આરોપના કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ આ વ્યક્તિ ઘટના સમયે નશાની હાલતમાં હતો.
ઝારખંડનો રહેવાસી અને રોજિંદા કામકાજ કરનાર
પોલીસની માહિતી મુજબ, આ આરોપી ઝારખંડનો રહેવાસી છે અને મજૂરી જેવા નાની-મોટી નોકરીઓ કરી પોતાનું જીવન ગુજારે છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ફેંકાઈ દારૂની ખાલી બોટલ, ભયનો માહોલ
મુંબઈમાં ચોંકાવનારી વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં ખાલી દારૂની બોટલ ફેંકાતા મુસાફરોમાં ભય ફેલાયો હતો. આ ઘટના મંગળવારે રાત્રે 8:30 વાગ્યે ટીટવાલા લોકલ ટ્રેનમાં બની હતી. જ્યારે ટ્રેન મસ્જિદ સ્ટેશન પસાર કરીને સેન્ડહર્સ્ટ રોડ તરફ જઈ રહી હતી, તે સમયે આ બોટલ ફેંકાઈ હતી.
18 વર્ષીય યુવતી ઇજાગ્રસ્ત
આ બોટલ સામેની દિશામાંથી આવતી અન્ય ટ્રેનમાંથી ફેંકવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બોટલ ટ્રેનના પંખામાં અથડાઈ ફૂટી ગઈ હતી અને કાચના ટુકડા 18 વર્ષીય મુસાફર આમિના ખાન પર પડતા તેને ઈજા થઈ હતી. આમિના તે સમયે બુરખા પહેરીને મુસાફરી કરી રહી હતી. સદનસીબે તેને ગંભીર ઇજા થઈ ન હતી.
મુસાફરે કર્યો ફરિયાદનો પ્રયાસ, પોલીસ રહી નિષ્ક્રીય
29 વર્ષીય મુસાફર પ્રણવી બિલ્લાએ તૂટેલી બોટલ ઉઠાવી અને ટ્રેનમાં હાજર મહિલા કોન્સ્ટેબલને આ ઘટના અંગે જાણ કરી. તેમ છતાં, કોન્સ્ટેબલે આ મુદ્દે કોઈ પગલું ભર્યું નહોતું. પ્રણવીએ ગુસ્સે ભરાયાં સ્વરે કહ્યું કે, "હું પોલીસને કાર્યવાહી માટે કહેતી રહી, પણ તેઓએ મારી વાતને સંપૂર્ણ રીતે અવગણ કરી."

