પાંચ કિલોની કૅપેસિટીના નાના લૉકર માટે કલાકના ૨૦ રૂપિયા અને ૧૦ કિલોની કૅપેસિટીના લૉકર માટે કલાકના ૩૦ રૂપિયા
ઑટોપે પેમેન્ટ સૉલ્યુશન્સ લિમિટેડ દ્વારા પ્રવાસીઓને તેમની વસ્તુઓ રાખવા ડિજિટલ લૉકરની સુવિધા ઑફર કરવામાં આવી છે
વર્સોવા–ઘાટકોપરની મેટ્રો 1નાં ૧૨ સ્ટેશનો પર હવે ઑટોપે પેમેન્ટ સૉલ્યુશન્સ લિમિટેડ દ્વારા પ્રવાસીઓને તેમની વસ્તુઓ રાખવા ડિજિટલ લૉકરની સુવિધા ઑફર કરવામાં આવી છે. મેટ્રો 1નાં ૧૨ સ્ટેશનો પર કુલ ૯૯૬ ડિજિટલ લૉકર પૂરાં પાડવામાં આવશે. કંપનીનું માનવું છે કે એની આ પહેલથી રોજના પાંચ લાખ લોકોને ફાયદો થઈ શકશે. કંપની દ્વારા દિલ્હી મેટ્રોનાં ૨૫૦ સ્ટેશનો પર ૨૫,૦૦૦ ડિજિટલ લૉકરની સુવિધા પૂરી પાડવામાં આવે છે. એવી જ સુવિધા મુંબઈગરાઓને પણ કંપની દ્વારા ઑફર થઈ રહી છે. પ્રવાસીઓ એ ડિજિટલ લૉકર મોબાઇલ ઍપ, SMS અથવા QR કોડ સ્કૅન કરીને ઑપરેટ કરી શકશે. પાંચ કિલોની કૅપેસિટીના નાના લૉકર માટે કલાકના ૨૦ રૂપિયા અને ૧૦ કિલોની કૅપેસિટીના લૉકર માટે કલાકના ૩૦ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવશે. સેફ્ટી માટે ૨૪ કલાકની સિક્યૉરિટી રાખવામાં આવશે.


