IND PAK Tension: ગુરુવારે રાત્રે, પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી રહેણાંક વિસ્તારો સહિત ભારતીય લશ્કરી બેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. ભારતીય ડિફેન્સ સિસ્ટમે આ મિસાઇલને હવામાં જ એટલી ચોકસાઇથી તોડી પાડી કે તે હવામાંજ ધૂળ થઈ ગઈ.
પાકિસ્તાની મિસાઇલ
ગુરુવારે રાત્રે, પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી રહેણાંક વિસ્તારો સહિત ભારતીય લશ્કરી બેઝને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનને એવો ભ્રમ હતો કે તે રાતના અંધારામાં ડ્રૉન અને મિસાઇલો છોડશે, પરંતુ તેને એવો જવાબ મળ્યો કે તે હંમેશા યાદ રાખશે.
પાકિસ્તાને મિસાઇલ છોડી હતી પણ તે દિવાળીના ફટાકડા જેવી ફૂસકી નીકળી. ભારતીય ડિફેન્સ સિસ્ટમે આ મિસાઇલને હવામાં જ એટલી ચોકસાઇથી તોડી પાડી કે તે હવામાંજ ધૂળ થઈ ગઈ. ગઈકાલે રાત્રે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ માત્ર પાકિસ્તાનની મિસાઈલોનો જ નહીં પરંતુ તેના બધા ભ્રમનો પણ નાશ કર્યો. આ દરમિયાન, આજે સવારે પંજાબના ભટિંડામાં મિસાઇલના બીડ તળાવની લેન નંબર 4 માં દરગાહ પાસે કેટલાક તૂટેલા ભાગો મળી આવ્યા હતા. બીડ તળાવમાં મળેલા મિસાઈલના ભાગો હજી સુધી નિષ્ક્રિય થયા નથી, તેથી ગુરુદ્વારા સાહિબમાં જાહેરાત કરવામાં આવી હતી કે કોઈએ પણ પોતાના ઘરની બહાર નીકળવું નહીં. આ ઉપરાંત, પંજાબના હોશિયારપુરમાં કામહી દેવીના પહાડી વિસ્તારમાં પણ એક મિસાઇલ મળી આવી છે. ગ્રામજનોએ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી. આ પછી સ્થાનિક પોલીસ અહીં પહોંચી અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો. હાલમાં કોઈ નુકસાનના અહેવાલ નથી.
ADVERTISEMENT
View this post on Instagram
મિસાઇલ પર નિષ્ણાતોનો અભિપ્રાય
આ મિસાઈલ અંગે સંરક્ષણ નિષ્ણાતોએ કહ્યું છે કે આ મિસાઈલ લાંબા અંતરની મિસાઈલ છે જેને ચીન પાસેથી ખરીદેલા પાકિસ્તાની JF17 ફાઈટર ઍરક્રાફ્ટ દ્વારા છોડવામાં આવી હતી. નિષ્ણાતોના મતે, પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલી આ મિસાઇલોનું ટાર્ગેટ ચંદીગઢ અથવા ધર્મશાળા હોઈ શકે છે. આ બે ઘટનાઓ બાદ સુરક્ષા એજન્સીઓએ પંજાબના સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ વધારી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે ત્યારે ગુપ્તચર એજન્સીઓએ પણ આ ઘટનાઓની તપાસ શરૂ કરી દીધી છે જેથી જાણવા મળે કે તે તોડી પાડવામાં આવેલ ડ્રૉન છે કે દુશ્મન દેશ દ્વારા મોકલવામાં આવેલ મિસાઇલ. સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ વિશે તાત્કાલિક પોલીસ અથવા સેનાને જાણ કરવા અપીલ કરી છે. સેના અને સુરક્ષા દળો સંપૂર્ણપણે સતર્ક છે અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ રહ્યાં છે.
વાયુસેનાએ ગઈકાલના ઑપરેશન વિશે કહ્યું છે કે વાયુ સેન દેશનું સંરક્ષણ છત્ર બની ગયું છે. પાકિસ્તાને જમ્મુ, જેસલમેર અને પંજાબમાં મિસાઇલો અને ડ્રૉનથી અનેક હુમલા કર્યા, જેને આપણા ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ તોડી પાડવામાં આવ્યા. વાયુસેનાએ વધુમાં કહ્યું, `આપણા ઍર ડિફેન્સે દુશ્મનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.` અમે પાકિસ્તાનને CUAS, Pechora, SAMAR અને AD ગનનો ઉપયોગ કરીને દુશ્મનના હુમલાનો જવાબ આપ્યો છે. આપણી ઍર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે અતૂટ છે. અમે સામાન્ય લોકોની સુરક્ષા ગંભીરતાથી લઈએ છીએ. વાયુસેનાએ પાકિસ્તાનના દરેક હુમલાનો જડબાતોડ અને સંતુલિત રીતે જવાબ આપ્યો. અમે દરેક ધમકી અને હુમલનો યોગ્ય જવાબ આપવા માટે તૈયાર છીએ.

