Trans Harbour Local: સેન્ટ્રલ રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું કે ટેકનિકલ ખરાબી સુધારવામાં સવારે ૭.૧૦ વાગ્યા સુધી રેલ સેવા રોકી દેવામાં આવી હતી.
કામદારો નમી ગયેલા ગર્ડર્સનું નિરીક્ષણ કરી રહ્યા છે, જેના કારણે શુક્રવારે સવારે ટ્રાન્સ-હાર્બર લાઇન સેવાઓ સ્થગિત થઈ હતી. (ફાઇલ તસવીર)
Trans Harbour Local: મુંબઈની લાઈફલાઇન ગણાતી લોકલ સેવા ખોરવાય છે ત્યારે મુંબઈગરાઓની વલે થતી હોય છે. આજે થાણે, વાશી, પનવેલ ટ્રાન્સ હાર્બર રેલવે સેવાના ધાંધિયા થયા હોવાને કારણે મુંબઈગરાઓને જબરી હાલાકી થઈ છે.
થાણે-નવી મુંબઈના પ્રવાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી થાણેથી વાશી, પનવેલ, નેરુળ ટ્રાન્સ-હાર્બર રૂટ પર રેલ સેવા ખોરવાઇ ગઈ હતી. આ રેલ સેવા ખોરવાઇ તેની પાછળનું કારણ હતું નમી ગયેલ ઐરોલી બ્રિજનું ગર્ડર.
ADVERTISEMENT
આ ગર્ડર નમી ગયા બાદ આજે વહેલી સવારે એરોલીમાં બાંધકામ દરમિયાન મુંબઈ ટ્રાન્સ-હાર્બર લાઇન (Trans Harbour Local)ની સેવાઓ અચાનક સ્થગિત કરવામાં આવી હતી ત્યારે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
સેન્ટ્રલ રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું કે ટેકનિકલ ખરાબી સુધારવામાં સવારે ૭.૧૦ વાગ્યા સુધી રેલ સેવા રોકી દેવામાં આવી હતી. આજે પિક અવર્સ દરમિયાન હજારો દૈનિક મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. કારણકે નજીકના સ્ટેશનોમાં રેલ સેવાને વિલંબ થયો હતો અને તેને કારણે ભારે ભીડ જમા થઈ ગઈ હતી. ટ્રાન્સ હાર્બર રૂટ પર ટ્રેનોના અભાવને કારણે સવારે થાણે, દિધા અને ઐરોલી રેલ્વે સ્ટેશનો પર મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે.
નવી મુંબઈના ઐરોલી, રબાલે, ઘનસોલી અને તુર્ભે વિસ્તારોમાં મોટી સંખ્યામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને તેઓની ફેક્ટરીઓ આવેલી છે. થાણેથી કરજત, કસારા અને મુલુંડ, ભાંડુપ, મુંબઈ ઉપનગરો તરફ જતા લાખો મુસાફરો દરરોજ થાણે રેલ્વે સ્ટેશનથી ટ્રાન્સ હાર્બર (Trans Harbour Local) થઈને નવી મુંબઈ જતાં હોય છે. ત્યારે જો આ લાઇનને અસર પડે ત્યારે મુંબઈના દૈનિક મુસાફરોને અગવડતા થતી હોય છે.
વહેલી સવારે જ ટ્રાન્સ હાર્બર લાઇન પર એમએમઆરડીએ દ્વારા થાણે અને એરોલી વચ્ચે ગર્ડર બેસદ્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે ૧ થી લઈને પરોઢના ૪ વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવ્યો હતો. આ ગર્ડર વાંકું વળી ગયું હોવાને કારણે ટ્રાન્સ હાર્બર લાઇન પરની રેલ સેવા પ્રભાવિત થઈ હતી. આજે સવારે ૭.૧૦ કલાકથી જ લોકલ સેવા થોભાવી દેવામાં આવી હતી. જેને કારણે પ્રવાસીઓને મુશ્કેલી થઈ હતી.
સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે સવારે ૧૦ વાગ્યા સુધીમાં પણ આ પરિસ્થિતિ સામાન્ય થઈ શકી નહોતી. (Trans Harbour Local) સુરક્ષા તપાસ તેમ જ સ્ટ્રક્ચરલ એક્સપર્ટની મંજૂરી મળ્યા બાદ જ સેવા શરૂ કરવાની રાહ જોવાઈ રહી હતી પણ એવું થઈ ન શક્યું. થાણે અને નવી મુંબઈવચ્ચે યાત્રીઓને અચાનકથી સેવા ઠપ થઈ જવાને કારણે પોતાના કાર્યસ્થળે પહોંચવામાં વિલંબ ઠાઈઓ હતો. ઘણા લોકોને તો અન્ય વેહિકલમાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.

