Mumbai Weather: મુંબઈ સિટી અને તેના પરા વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની આગાહી કરવામાં આવી છે.સવારમાં શહેરનું આકાશ ધુમ્મસમય જોવા મળ્યું.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. આજે શહેરના વાતાવરણ (Mumbai Weather)ની વાત કરવામાં આવે તો સવાર સવારમાં શહેરનું આકાશ ધુમ્મસમય જોવા મળ્યું હતું.ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે મુંબઈમાં આકાશ સ્વચ્છ રહેવાનું છે. આજે શહેરનું તાપમાન સવારે ૧૬ ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું જે દિવસ દરમિયાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
આજે આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા
ADVERTISEMENT
આજે મુંબઈની સાંતાક્રુઝ વેધશાળામાં શહેરનું મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 17.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું (Mumbai Weather) હતું. ટૂંકમાં, આગામી 24 કલાકમાં મુંબઈ સિટી અને તેના પરા વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેવાની આગાહી કરવામાં આવી છે.
હાશ! શહેરની હવાની સુધરી રહી છે- જુઓ AQIના આંકડા
હવે આપણે મુંબઈની હવાની ગુણવત્તા (Mumbai Weather) વિશે વાત કરીએ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર ઍપ દ્વારા આપવામાં આવતાં અપડેટ અનુસાર શહેરની હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં અંકાઇ છે. જેમાં સવારે 9:05 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 110 નોંધાયો હતો. પ્રાપ્ત અહેવાલો જણાવે છે કે મુંબઈના ઘણા વિસ્તારોમાં AQI `મધ્યમ` શ્રેણીમાં નોંધાયો છે. કુર્લામાં 120 સાથે `મધ્યમ` તો, કાંદિવલી, ઘાટકોપર અને મલાડમાં અનુક્રમે 113, 110 અને 118 સાથે AQI હવાની ગુણવત્તાને `મધ્યમ` શ્રેણીમાં દર્શાવે છે.
કોલાબા અને બોરીવલી વિસ્તારની વાત કરવામાં આવે તો અનુક્રમે 57 અને 84ના AQI સાથે હવાની ગુણવત્તા સારી નોંધાઈ છે, આ સાથે જ નવી મુંબઈમાં 137ના AQI સાથે હવાની ગુણવત્તા `મધ્યમ` શ્રેણીમાં નોંધાઈ છે. થાણેની વાત કરવામાં એ તો 91ના આંકડા સાથે અહીં પણ હવાની ગુણવત્તા સારી જ છે.
હવે AQIના સૂચકાંકોની વાત કરવામાં આવે તો 0થી 100 સુધીની હવાની ગુણવત્તા સૂચકાંકને `સારી`, 100થી 200ને `મધ્યમ`, 200થી 300 `નબળી`, 300થી 400 `ખૂબ નબળી` અને 400થી 500 કે તેથી વધુ આવે તો તેને `ગંભીર` શ્રેણીમાં મૂકવામાં આવે છે.
Mumbai Weather: દરમિયાન, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ બાંધકામ સાઇટ્સ માટે ગયા વર્ષે જારી કરાયેલ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. નાગરિક સંસ્થા બાંધકામ સ્થળોની મુલાકાત લેવા માટે વોર્ડ સ્તરે ટુકડીઓ પણ બનાવશે અને જો માર્ગદર્શિકાનો ભંગ કરવામાં આવશે તો કાર્યવાહી કરશે.
હજી વાતાવરણમાં થશે ઘટાડો
હવામાન નિષ્ણાતોની વાત માનીએ તો આવનાર વિકેન્ડમાં મુંબઈ શહેરનું લઘુત્તમ તાપમાન (Mumbai Weather) હજી ઘટશે. અને વાતાવરણ સુધરશે. કેટલાક વિસ્તારોમાં પારો 17 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. ઉત્તર-પશ્ચિમના સતત પવન સાથે મુંબઈમાં વિકેન્ડ સુધીમાં તો આહલાદક વાતાવરણ સર્જાશે. તો, મુંબઈગરાઓ, તાજગીભર્યા હવામાનનો અહેસાસ કરવા તૈયાર થઈ જાવ.