બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પચીસ કરોડ રૂપિયાના ખર્ચે મલબાર હિલમાં ‘ધ નેસ્ટ’ નામનો એલિવેટેડ વૉકવે રવિવારે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. પહેલા જ દિવસથી લોકોમાં એ આક્રર્ષણનું કેન્દ્ર બન્યો છે અને વધુ ને વધુ લોકો એની મુલાકાત લઈ રહ્યા છે.
‘ધ નેસ્ટ’ એલિવેટેડ વૉકવે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પચીસ કરોડ રૂપિયાના ખર્ચે મલબાર હિલમાં ‘ધ નેસ્ટ’ નામનો એલિવેટેડ વૉકવે રવિવારે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. પહેલા જ દિવસથી લોકોમાં એ આક્રર્ષણનું કેન્દ્ર બન્યો છે અને વધુ ને વધુ લોકો એની મુલાકાત લઈ રહ્યા છે. બે જ દિવસમાં ૩૪૦૦ કરતાં વધુ લોકો એની મુલાકાત લઈ ચૂક્યા છે.
ગુઢીપાડવાના દિવસે જ ૧૦૫૩ મુંબઈગરાઓ અને સહેલાણીઓએ એની મુલાકાત લીધી હતી. ભારતીયો માટે આ વૉકવેની પચીસ રૂપિયાની ટિકિટ રખાઈ છે, જ્યારે વિદેશીઓ માટે ૧૦૦ રૂપિયાની ટિકિટ છે. આમ પહેલા જ દિવસે ટિકિટ-વેચાણથી ૨૬,૯૨૫ રૂપિયાની આવક થઈ હતી. ગઈ કાલે ૩૧ માર્ચે ૨૩૪૬ લોકોએ એની મુલાકાત લીધી હતી જેમાંથી ૬૦,૩૦૦ રૂપિયાની આવક થઈ હતી.
આ વૉકવે પર વધુ લોકો ન જાય અને તેમની સુરક્ષા જળવાઈ રહે એ માટે એકસાથે ૨૦૦ લોકોને છોડવામાં આવે છે. રોજ સવારે પાંચથી રાતે ૯ વાગ્યા સુધી આ વૉકવે ખુલ્લો રહેવાનો છે. લોકો ઍડ્વાન્સમાં પ્લાન કરી ઑનલાઇન એની ટિકિટ બુક કરી શકે એવી ગોઠવણ કરવામાં આવી છે. વીક-એન્ડ માટે ઑલરેડી લોકો ઇન્ક્વાયરી અને સ્લૉટ બુકિંગ કરી રહ્યા છે.

