ટેન્થ સેન્ટર મૉલના પરિસરમાં ચાલતા સ્ટૉલ્સ BMCએ તોડી નાખ્યા બાદ એવું કહેવાતું હતું કે બે-ચાર દિવસમાં એ ફરી શરૂ થઈ જશે, પણ એવું થયું નહીં. જોકે રોડની બીજી બાજુના ખાણી-પીણીના સ્ટૉલ્સ બેરોકટોક ચાલે છે
રાજ આર્કેડના પરિસરમાં આવેલા સ્ટૉલ્સ પર ખાણી-પીણીની મજા માણવા આવેલા લોકો. તસવીરો : અનુરાગ અહિરે
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ટેન્થ સેન્ટર મૉલની બહાર પોતાનો સ્ટૉલ લગાવતા ફેરિયાઓ પર થોડા દિવસ પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ હથોડો ચલાવ્યો હતો. ત્યારે એવું માનવામાં આવતું હતું કે બે-ચાર દિવસમાં બધું ફરી શરૂ થઈ જશે, પણ આજે ૨૦ દિવસ થઈ ગયા હોવા છતાં અહીં ખાણી-પાણીના સ્ટૉલ પાછા શરૂ નથી થયા.



