નાગપુરમાં પરિણીત હોવાની સાથે એક પુત્રના પિતાએ હિન્દુ નામ રાખીને હિન્દુ યુવતી સાથે સંબંધ રાખીને તેનું શારીરિક શોષણ કરવાનો મામલો પોલીસ-ચોપડે નોંધાયો છે. પોલીસે ૩૩ વર્ષના અબ્દુલ કુરેશી નામના યુવકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
નાગપુરમાં પરિણીત હોવાની સાથે એક પુત્રના પિતાએ હિન્દુ નામ રાખીને હિન્દુ યુવતી સાથે સંબંધ રાખીને તેનું શારીરિક શોષણ કરવાનો મામલો પોલીસ-ચોપડે નોંધાયો છે. પોલીસે ૩૩ વર્ષના અબ્દુલ કુરેશી નામના યુવકની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જણાવ્યા મુજબ નાગપુરના યશોધરાનગરમાં રહેતી બહેનના ઘરે ભંડારાના ગામની યુવતી સિલાઈકામ શીખી રહી હતી ત્યારે યુવતીની ઓળખાણ સાહિલ શર્મા નામના યુવક સાથે થઈ હતી. સાહિલે યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાનું કહીને વિવિધ હોટેલ અને લૉજમાં લઈ જઈને યુવતીનું શારીરિક શોષણ કર્યું હતું. થોડા સમય બાદ સાહિલ અચાનક ગાયબ થઈ ગયો હતો.
પ્રેમી સાહિલ ગાયબ થઈ ગયા બાદ બેચેન બની ગયેલી યુવતીએ તેને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીએ સાહિલ શર્માનું નાગપુરના આશીનગરમાં આવેલું ઘર શોધી કાઢ્યું હતું. જોકે સાહિલ શર્માના ઘરે ગયા બાદ યુવતીને ખ્યાલ આવ્યો હતો કે તે જેને પ્રેમ કરે છે તે સાહિલ શર્મા નથી, પણ અબ્દુલ કુરેશી છે અને તે પરણેલો હોવાની સાથે એક પુત્રનો પિતા પણ છે. પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતાં યુવતીએ નાગપુર પોલીસ સ્ટેશનમાં અબ્દુલ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી. પાંચપાવલી પોલીસે અબ્દુલ કુરેશી સામે બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરી છે.
પોલીસે ધરપકડ કરતાં પહેલાં પતિએ લગ્ન કર્યાં હોવા છતાં બીજી યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હોવાની જાણ થતાં અબ્દુલ કુરેશીની પત્નીએ પતિને પહેલાં મેથીપાક ચખાડ્યો હતો અને બાદમાં તે પુત્રને લઈને પિયર જતી રહી હતી.

