એક કારે લોનાવલા જઈ રહેલા ધારાવીના બાઇકર્સના ગ્રુપને અડફેટે લીધું હતું
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના ખારઘરમાં આવેલા હીરાનંદાની બ્રિજ પર બુધવારે વહેલી સવારે પૂરઝડપે જઈ રહેલી એક કારે લોનાવલા જઈ રહેલા ધારાવીના બાઇકર્સના ગ્રુપને અડફેટે લીધું હતું. આ દુર્ઘટનામાં ૨૩ વર્ષના માનવ યેલપ્પા કુચ્ચીકર્વેનું મોત થયું હતું, જ્યારે અન્ય ૮ બાઇકર્સ ઘાયલ થયા હતા. ઍક્સિડન્ટ કરીને ડ્રાઇવર કાર ભગાવી ગયો હતો. પનવેલ તાલુકા પોલીસે આ સંદર્ભે અકસ્માતની નોંધ કરીને કારના ડ્રાઇવરને શોધી કાઢવાના પ્રયાસ ચાલુ કર્યા છે.

