મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા માત્ર સાતમા સેલ પર ૩૫,૦૦૦ ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટ બનાવવાનો પ્રસ્તાવ હતો
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડના તમામ સાતેય સેલને કાયમી ધોરણે બંધ કરીને ત્યાં કોપરખૈરણેની જેમ નેચર પાર્ક વિકસાવવાની સ્થાનિક લોકોએ માગણી કરી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીની બેઠકમાં હનુમાનનગર અને તુર્ભેના રેસિડેન્સિયલ વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ડમ્પિંગ ગ્રાઉન્ડને બીજે ખસેડવા અને ત્યાં રહેલી પ્રદૂષણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા માત્ર સાતમા સેલ પર ૩૫,૦૦૦ ચોરસ મીટરમાં ગ્રીન બેલ્ટ બનાવવાનો પ્રસ્તાવ હતો, પરંતુ હવે તમામ સેલ પર હરિયાળી વિકસાવવાની માગણી થઈ રહી છે. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ફરીથી કોઈ નવો પ્રોજેક્ટ કે બાયોગૅસ પ્લાન્ટ શરૂ ન કરવાની રજૂઆત પણ કરવામાં આવી છે, જેથી સ્થાનિક સ્લમ વિસ્તારના રહેવાસીઓને દુર્ગંધ અને ગંદકીથી મુક્તિ મળે.
ADVERTISEMENT
સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે મુંબઈમાં ૬૦ જગ્યાએ સાયરન બેસાડી દીધી

કટોકટીભરી પરિસ્થિતિની મુંબઈગરાઓને એકસાથે જાણ થઈ શકે એ માટે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે મુંબઈમાં ૬૦ જગ્યાએ સાયરન બેસાડી દીધી છે અને એનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
