Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > News in Shorts : ગિરગામ ચોપાટીમાં કોસ્ટગાર્ડ-ડે નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન

News in Shorts : ગિરગામ ચોપાટીમાં કોસ્ટગાર્ડ-ડે નિમિત્તે સ્વચ્છતા હી સેવા અભિયાન

Published : 12 January, 2025 03:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમુદ્રકિનારા પર પહેરો કરતા કોસ્ટગાર્ડનો ગઈ કાલે ૪૯મો સ્થાપનાદિવસ હતો એ નિમિત્તે ગિરગામ ચોપાટીમાં સ્વયંસેવકો અને સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સે બીચની સફાઈ કરી હતી.

ઇન્ટરનૅશનલ સૅન્ડ-આર્ટિસ્ટ વૈભવે ચોપાટી પર કોસ્ટગાર્ડનું આર્ટ બનાવ્યું

ઇન્ટરનૅશનલ સૅન્ડ-આર્ટિસ્ટ વૈભવે ચોપાટી પર કોસ્ટગાર્ડનું આર્ટ બનાવ્યું


સમુદ્રકિનારા પર પહેરો કરતા કોસ્ટગાર્ડનો ગઈ કાલે ૪૯મો સ્થાપનાદિવસ હતો એ નિમિત્તે ગિરગામ ચોપાટીમાં સ્વયંસેવકો અને સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સે બીચની સફાઈ કરી હતી.




આ સિવાય ઇન્ટરનૅશનલ સૅન્ડ-આર્ટિસ્ટ વૈભવે ચોપાટી પર કોસ્ટગાર્ડનું આર્ટ બનાવ્યું હતું.


આકરી ઠંડીમાં દેશની રક્ષા કરતા સૈનિકો માટે આવી ગયું છે હિમકવચ


 અત્યંત ઠંડા પ્રદેશોમાં ફરજ બજાવતા સૈનિકો માટે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા ‘હિમકવચ’ નામનો ખાસ સૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ હિમકવચ +૨૦ ડિગ્રી સેલ્સિયસથી -૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં વાપરી શકાય છે.

વાહ! ક્યા સીન હૈ!

થાણેમાં ચાલી રહેલા સંસ્કૃતિ આર્ટ્‍સ ફેસ્ટિવલ નિમિત્તે ઉપવન લેકનો નયનરમ્ય હવાઈ નજારો.

સરળ અને સલામત બોર્ડિંગ માટે ફ્લોટિંગ રૅમ્પ

ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા તરફ જઈ રહેલી ફેરી બોટને નેવીની સ્પીડબોટે ૧૮ ડિસેમ્બરે ટક્કર મારતાં ભરદરિયે જબરદસ્ત અકસ્માત થયો હતો, જેમાં ૧૪ લોકોના જીવ ગયા હતા. આ ઘટનાને પગલે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે સિક્યૉરિટી અપગ્રેડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એ અંતર્ગત સ્પીડબોટમાં પ્રવાસ કરનારા લોકો સલામત અને સરળતાથી બોર્ડિંગ કરી શકે એ માટે ફ્લોટિંગ રૅમ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે. વીક-એન્ડ અને વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ સ્પીડબોટમાં પ્રવાસ કરતા હોય છે. તેમની સલામતીને ધ્યાનમાં રાખીને આ રૅમ્પ તૈયાર કરવામાં આવ્યો છે.   (તસવીર : શાદાબ ખાન)

 

Whatsapp-channel Whatsapp-channel

12 January, 2025 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK