બાંદરાના મ્હાડા ગ્રાઉન્ડમાં નીલોફરનો ડ્રગ્સનો ધંધો એમ છતાં ચાલી રહ્યો હતો. તેની સામે આ પહેલાં પણ કેસ નોંધાયા હતા. બુધવારે નીલોફર બાંદરાથી મુંબ્રા જઈ રહી હતી ત્યારે તેને ઝડપી લેવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-ઈસ્ટમાં ડ્રગ્સનો ધંધો કરતી અને ૨.૨૫ કરોડ રૂપિયાના ડ્રગ-કેસમાં વૉન્ટેડ, કુખ્યાત ૫૦ વર્ષની નીલોફર સંડોલેને થાણે ઍન્ટિ-નાર્કોટિક સેલના અધિકારીઓએ આખરે ૩ મહિના બાદ બુધવારે ઝડપી લીધી હતી. થાણે ઍન્ટિ-નાર્કોટિક સેલના અધિકારીઓએ ફેબ્રુઆરી મહિનામાં થાણેના શિલ ડાયઘર વિસ્તારમાંથી ૩ ડ્રગ-પેડલર ઇલિયાસ ખાન, અમન કમાલ ખાન અને સૈફ ખાનને ૨.૨૫ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ સાથે એક ફ્લૅટમાંથી ઝડપી લીધા હતા. એ ફ્લૅટ નીલોફર સંડોલેનો હતો અને એ ડ્રગ પણ તેને જ સપ્લાય કરવાનું હતું એમ પકડાયેલા આરોપીઓએ જણાવતાં નીલોફરની શોધ ચલાવાઈ રહી હતી. બાંદરાના મ્હાડા ગ્રાઉન્ડમાં નીલોફરનો ડ્રગ્સનો ધંધો એમ છતાં ચાલી રહ્યો હતો. તેની સામે આ પહેલાં પણ કેસ નોંધાયા હતા. બુધવારે નીલોફર બાંદરાથી મુંબ્રા જઈ રહી હતી ત્યારે તેને ઝડપી લેવામાં આવી હતી.

