Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વસઈમાં સૂતેલા ગલૂડિયા પર કાર ફેરવી દેનારા ડ્રાઇવર સામે રોષ

વસઈમાં સૂતેલા ગલૂડિયા પર કાર ફેરવી દેનારા ડ્રાઇવર સામે રોષ

Published : 30 March, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

CCTV કૅમેરાનાં ફુટેજ જોયા બાદ પશુ-ક્રૂરતાને લગતો ગુનો દાખલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વસઈ ફોર્ટ બંદર જેટી વિસ્તારમાં એક કારડ્રાઇવર દ્વારા રસ્તા પર સૂતેલા ૭ મહિનાના માસૂમ ગલૂડિયા ઉપર નિર્દયતાથી ગાડી ચલાવી દેવાની ઘટના સામે આવતાં સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ હૃદયદ્રાવક ઘટનાનાં CCTV કૅમેરાનાં ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં ડ્રાઇવરની ઘોર બેદરકારી અને ક્રૂરતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ મામલે વસઈ પોલીસે અજાણ્યા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ઘટનાની વિગતો મુજબ વસઈ અને ભાઈંદર વચ્ચે ચાલતી રો-રો ફેરી સેવાને કારણે વસઈ ફોર્ટ બંદર જેટી પર મુસાફરોની ભારે અવરજવર રહે છે. શનિવારે સવારે ૯:૦૦ વાગ્યાના સુમારે એક કારડ્રાઇવર જેટી પાસે પહોંચ્યો હતો અને ટિકિટ ખરીદવા માટે ગાડીમાંથી નીચે ઊતર્યો હતો.



આ સમયે કારની બરાબર સામે થોડા અંતરે એક ૭ મહિનાનું ગલૂડિયું નિરાંતે સૂતું હતું. ટિકિટ લઈને પરત ફરેલા ડ્રાઇવરે ગલૂડિયાને હટાવવાનો કે હૉર્ન વગાડવાનો કોઈ પણ પ્રયાસ કર્યા વિના સીધી જ કાર એના ઉપર ચડાવી દીધી હતી. આ અમાનવીય કૃત્યને કારણે ગંભીર રીતે ઘવાયેલા ગલૂડિયાનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત થયું હતું.


આ ઘટનાની જાણ થતાં જ રો-રો સેવાના મૅનેજરે ઘટનાસ્થળે પહોંચી CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કરી હતી. ફુટેજમાં ડ્રાઇવરની બેદરકારી સ્પષ્ટ થતાં તેમણે વસઈ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં વસઈ પોલીસે વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે ડ્રાઇવરની ઓળખ કરીને તેની શોધખોળ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK