Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મ્હાડાના મુંબઈ બોર્ડે મુંબઈમાં ૨૬૪૦ ઘરોના વેચાણ માટે લૉટરી જાહેર કરી

મ્હાડાના મુંબઈ બોર્ડે મુંબઈમાં ૨૬૪૦ ઘરોના વેચાણ માટે લૉટરી જાહેર કરી

Published : 30 March, 2026 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑનલાઇન અરજી નોંધણી અને અરજી સબમિટ કરવાની પ્રક્રિયા ૩૦ માર્ચે બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૂ થશે.

મ્હાડા

મ્હાડા


મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA)ના મુંબઈ બોર્ડે મુંબઈમાં કન્નમવરનગર-વિક્રોલી, પત્રા ચાલ, સિદ્ધાર્થનગર-ગોરેગામ, ઓલ્ડ માગાઠાણે-બોરીવલી, ગોરાઈ-બોરીવલી, સુભાષનગર-ચેમ્બુર, ગાંધીનગર-બાંદરા, પંતનગર-ઘાટકોપર, ગિરગાંવ, વડાલા, કોપરી-પવઈ, માઝગાવ, તુંગા પવઈ, લોકમાન્યનગર-દાદર, પહાડી ગોરેગામ, ઍન્ટૉપ હિલ-વડાલા વગેરે જેવા હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વિવિધ આવક-જૂથોમાં ૨૬૪૦ ફ્લૅટના વેચાણ માટે લૉટરીની જાહેરાત કરી છે. ઑનલાઇન અરજી નોંધણી અને અરજી સબમિટ કરવાની પ્રક્રિયા ૩૦ માર્ચે બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૂ થશે.

કઈ કૅટેગરીમાં કેટલા ફ્લૅટ 
• સૌથી ઓછી આવક ધરાવતું જૂથ : ૧૪૫ ફ્લૅટ
• ઓછી આવક ધરાવતું જૂથ : ૮૫૮ ફ્લૅટ
• મધ્યમ આવક ધરાવતું જૂથ : ૧૪૦૮ ફ્લૅટ
• ઉચ્ચ આવક ધરાવતું જૂથ : ૨૨૯ ફ્લૅટ


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK