તે તમામ સબ્જેક્ટ્સમાં પાસિંગ માર્ક્સ સાથે પાસ થયો છે.
ગામવાસીઓેએ વિશાલનું હાર પહેરાવીને સન્માન કરવાની સાથે મોઢું મીઠું કરાવ્યું હતું.
પંઢરપુર તાલુકામાં આવેલા એક ગામના વિશાલ સલગરે એક્ઝામમાં તમામ સબ્જેક્ટ્સમાં ૩૫-૩૫ માર્ક્સ મેળવી SSCની પરીક્ષા પાસ કરીને સૌને ચોંકાવી દીધા છે. વિશાલના પિતાની દૂધની ડેરી છે એટલે વિશાલ મોટા ભાગે ગાય અને ભેંસ ચરાવવાનું કામ કરે છે. ગોવાળિયા તરીકેનું કામ કરતી વખતે વિશાલે SSCની પરીક્ષા આપી હતી અને તે તમામ સબ્જેક્ટ્સમાં પાસિંગ માર્ક્સ સાથે પાસ થયો છે. ગામવાસીઓેએ વિશાલનું હાર પહેરાવીને સન્માન કરવાની સાથે મોઢું મીઠું કરાવ્યું હતું.

