Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતની કાર્યવાહીથી ગભરાયું પાકિસ્તાન! ભારતીય અધિકારીને ૨૪ કલાકમાં દેશ છોડવાનો આદેશ

ભારતની કાર્યવાહીથી ગભરાયું પાકિસ્તાન! ભારતીય અધિકારીને ૨૪ કલાકમાં દેશ છોડવાનો આદેશ

Published : 14 May, 2025 09:27 AM | IST | Islamabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India-Pakistan Tension: પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય ઉચ્ચાયોગના એક કર્મચારીને જાસૂસીના આરોપસર અનિચ્છનીય જાહેર કર્યો છે; પાકિસ્તાને ભારતીય રાજદ્વારી અને તેમના પરિવારને 24 કલાકની અંદર પાકિસ્તાન છોડી દેવા કહ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે યુદ્ધવિરામ (India-Pakistan Tension) થયા પછી પણ તણાવ ઓછો થયો નથી. આતંકવાદીઓ સામે ભારતની કાર્યવાહી અને પછી હુમલાના પ્રયાસ બાદ પાકિસ્તાન દ્વારા મળેલા કડક પ્રતિભાવ બાદ પાકિસ્તાન સરકાર હવે નારાજ છે. આ દરમિયાન, પાકિસ્તાન વિદેશ મંત્રાલય (Pakistan Foreign Ministry)એ ઇસ્લામાબાદ (Islamabad)માં ભારતીય ઉચ્ચાયોગના એક કર્મચારીને જાસૂસીના આરોપમાં ‘અનિચ્છનીય’ જાહેર કર્યો છે. પાકિસ્તાને ભારતીય રાજદ્વારી અને તેના પરિવારને 24 કલાકની અંદર પાકિસ્તાન છોડી દેવા કહ્યું છે.


મંગળવારે, ૧૩ મે ૨૦૨૫ના રોજ પાકિસ્તાને ભારતીય હાઈ કમિશનના એક સભ્યને "પર્સોના નોન ગ્રેટા" જાહેર કર્યો, તેના પર વિશેષાધિકૃત દરજ્જાની વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સંબંધિત અધિકારીને ૨૪ કલાકની અંદર પાકિસ્તાન છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.



પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, ‘ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનના એક કર્મચારીને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનના એક કર્મચારીને તેના વિશેષાધિકાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યો છે. સંબંધિત અધિકારીને ૨૪ કલાકની અંદર પાકિસ્તાન છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.’


પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય હાઈ કમિશનરને આજે વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને આ આદેશની જાણ કરવામાં આવી હતી.’

ઉલ્લેખનીય છે કે, મંગળવારે ભારતે નવી દિલ્હી (New Delhi)માં પાકિસ્તાન હાઈ કમિશન (Pakistan High Commission)માં કાર્યરત એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે મેળ ખાતી ન હોય તેવી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ `પર્સોના નોન ગ્રેટા` જાહેર કર્યા હતા.


વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં ફરજ બજાવતા એક પાકિસ્તાની અધિકારીને ભારતમાં તેમના સત્તાવાર દરજ્જા સાથે અસંગત પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ પર્સોના નોન ગ્રેટા જાહેર કર્યા છે. અધિકારીને ૨૪ કલાકની અંદર ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે.’

વિદેશ મંત્રાલયે પાકિસ્તાની અધિકારી સામેના આરોપોની વિગતો આપી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આરોપો પંજાબ પોલીસ (Punjab Police) દ્વારા તપાસ કરવામાં આવી રહેલા જાસૂસી કેસ સાથે સંબંધિત છે. પંજાબ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, તેણે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈનાત એક પાકિસ્તાની અધિકારી સાથે જોડાયેલી જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ એક મહિલા સહિત બે લોકોની ધરપકડ કરી છે. વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેનાની પ્રવૃત્તિઓ અંગેની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને લીક કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ચાર દિવસના લશ્કરી મુકાબલા પછી વધેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાન બંને દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 09:27 AM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK