Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે અમે બાળકીને સંભાળી નહીં શકીએ, સૉરી

અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે અમે બાળકીને સંભાળી નહીં શકીએ, સૉરી

Published : 30 June, 2025 09:33 AM | Modified : 01 July, 2025 06:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અંગ્રેજીમાં આવી ચિઠ્ઠી લખીને લવમૅરેજ કરનારું ભિવંડીનું એક કપલ બે દિવસની દીકરીને એક બાસ્કેટમાં મૂકીને પનવેલમાં રસ્તા પર મૂકી ગયું, પણ પોલીસે પકડી પાડ્યું

બ્લુ બાસ્કેટમાં પેરન્ટ‍્સની ચિઠ્ઠી સાથે મળી આવેલી બાળકી.

બ્લુ બાસ્કેટમાં પેરન્ટ‍્સની ચિઠ્ઠી સાથે મળી આવેલી બાળકી.


આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાનું એક ચિઠ્ઠીમાં લખીને શુક્રવારે સવારે પોતાની બે દિવસની નવજાત બાળકીને પનવેલમાં ત્યજી દેનારા પેરન્ટ‍્સ પકડાઈ ગયા છે. પનવેલ શહેર પોલીસે બાળકીને રોડ પર ત્યજી દેનારાં મમ્મી-પપ્પા સામે ફરિયાદ નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. દરમ્યાન, ઘટનાસ્થળ નજીક લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને ટેક્નિકલ તપાસ કરીને પોલીસે ગઈ કાલે ભિવંડીમાં રહેતાં બાળકીનાં મમ્મી-પપ્પાની ધરપકડ કરી હતી.


પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શુક્રવારે સાંજે એક નાગરિકને એક બકેટમાં નવજાત બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. એની જાણ અમને કરવામાં આવતાં તાત્કાલિક અમારી ટીમ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી અને બાળકીને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. આ બકેટમાંથી એક ચિઠ્ઠી પણ મળી હતી જેમાં અંગ્રેજીમાં આર્થિક પરેશાની સારી ન હોવાથી બાળકીને અમે સંભાળી શકીએ એમ નથી એટલે તેને રોડ પર છોડવામાં આવી હોવાનું લખવામાં આવ્યું હતું. આ ચિઠ્ઠીમાં પેરન્ટ‍્સે સૉરી પણ લખ્યું હતું. ત્યાર બાદ અમારી ટીમે બાળકીનો તાબો મેળવીને તેને અલીબાગમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં રાખી હતી. એની સાથે બાળકીનાં મમ્મી-પપ્પાની શોધ પણ શરૂ કરી હતી. એ સમયે ઘટનાસ્થળ પરના CCTV કૅમેરાનાં ફુટેજમાં બે લોકો અમને મળી આવ્યા હતા જેમની ટેક્નિકલ માહિતીના આધારે તપાસ કરતાં તેઓ ભિવંડીના હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બન્નેની પૂછપરછ કરતાં તેમણે કબૂલ કર્યું હતું કે તેમણે લવમૅરેજ કર્યાં હતાં, પણ એકબીજાના ઘરે જાણ કરી નહોતી. દરમ્યાન બાળક રહી જતાં તેમણે ભિવંડીની હૉસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી. એ પછી ઘરે શું કહીશું એવા ડરથી બાળકને પનવેલમાં ત્યજી દીધું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK