Pune: ૨૩ વર્ષીય આઇટી એન્જિનિયરે ઓફિસ બિલ્ડિંગના સાતમે માળેથી માર્યો કૂદકો; હિંજેવાડીમાં બની ઘટના; યુવકે આત્મહત્યા કરતા પહેલા લખી સુસાઇડ નોટ; પોલીસ કરી રહી છે તપાસ
પ્રતીકાત્મક તસવીર
પુણે (Pune)ના હિંજેવાડી (Hinjawadi) આઇટી હબમાંથી એક પીડાદાયક અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. ૨૩ વર્ષીય આઇટી એન્જિનિયર (Pune IT engineer Suicide)એ ઓફિસ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. પોલીસ (Police) આ મામલે તપાસ કરી રહી છે.
સોમવારે સવારે પુણેમાં એક ૨૩ વર્ષીય આઇટી પ્રોફેશનલે એક મીટિંગ પછી તરત જ તેની ઓફિસ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પુણેના હિંજેવાડી આઇટી પાર્ક (IT Park)માં સ્થિત તેની ઓફિસ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આઇટી એન્જિનિયર પિયુષ અશોક કવડે (Piyush Ashok Kavade)એ આત્મહત્યા કરી લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે સોમવારે સવારે ૧૦.૩૦ વાગ્યે હિંજેવાડી ફેઝ વન (Hinjewadi Phase One)માં સ્થિત એટલાસ કોપ્કો (Atlas Copco)માં બની હતી, જ્યાં પીયુષ એક વર્ષથી વધુ સમયથી નોકરી કરતો હતો.
ADVERTISEMENT
અહેવાલો પ્રમાણે, પીયૂષ એક મીટિંગમાં હાજરી આપી રહ્યો હતો ત્યારે તેણે અચાનક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને માફી માંગીને મિટીંગની બહાર જતો રહ્યો. થોડીવાર પછી, તે બિલ્ડિંગના સાતમા માળેથી કૂદી પડ્યો, જેનાથી બધા ચોંકી ગયા. ઘટનાની માહિતી મળતા જ હિંજેવાડી પોલીસ (Hinjewadi police) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લીધો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પિયુષે લખ્યું હતું, ‘હું જીવનમાં દરેક જગ્યાએ નિષ્ફળ ગયો છું. મને માફ કરો.’ પોતાના પિતાને સંબોધિત સંદેશમાં તેણે ઉમેર્યું હતું કે, તે પોતાને પુત્ર હોવાને લાયક નથી લાગતો અને પોતાના કૃત્યો માટે માફી માંગે છે.
વરિષ્ઠ પોલીસ નિરીક્ષક બાલાજી પાંડ્રેએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે આત્મહત્યાનું કારણ બનેલા સંજોગો નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
પ્રાથમિક તપાસ કર્યા પછી પોલીસનું માનવું છે કે, ૨૩ વર્ષીય આઇટી એન્જિનિયર પિયુષ કવડે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
પિયુષ કવડે મહારાષ્ટ્રના નાસિક (Nashik)નો રહેવાસી હતો. તેને સુસાઇડ નોટમાં કોઈ કામ સંબંધિત દબાણ કે પછી અન્ય કોઈ ચોક્કસ કારણોનો ઉલ્લેખ કર્યો નથી. હિંજેવાડી પોલીસ આ આત્યંતિક પગલા પાછળના કારણને સમજવા માટે તમામ સંભવિત પાસાઓની તપાસ કરી રહી છે.
પિયુષના મૃત્યુથી પરિવાર અને સાથીદારો આઘાતમાં છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું પિયુષ કોઈ પ્રકારના વ્યાવસાયિક દબાણ કે વ્યક્તિગત મુશ્કેલીમાં હતો, જેના કારણે તેને આ કડક પગલું ભરવાની ફરજ પડી હતી. હાલમાં, પોલીસ દરેક ખૂણાથી કેસની તપાસ કરી રહી છે અને આત્મહત્યા પાછળના કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે.

