Pushpak Express Train Accident: મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત પચોરા નજીક માહેજી અને પરધાડે સ્ટેશનો વચ્ચે થયો હતો જ્યાં લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગની અફવાને કારણે કોઈએ ચેઈન ખેંચી હતી અને તે પછી રોકાઈ ગઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં બુધવારે સાંજે પાટા પર ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે, એમ સેન્ટ્રલ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે મુસાફરો તેમના ડબ્બામાંથી બહાર કૂદી પડ્યા હતા. જ્યારે તેઓ બહાર હતા, ત્યારે કર્ણાટક એક્સપ્રેસ બાજુના પાટા પરથી પસાર થઈ હતી, અને ઘણા મુસાફરો ચાલતી ટ્રેનની નીચે આવી ગયા હતા.
મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અકસ્માત પચોરા નજીક માહેજી અને પરધાડે સ્ટેશનો વચ્ચે થયો હતો જ્યાં લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસ સાંજે પાંચ વાગ્યાની આસપાસ આગની અફવાને કારણે કોઈએ ચેઈન ખેંચી હતી અને તે પછી રોકાઈ ગઈ હતી. જળગાંવ નજીક પાટા પર ઉતરતા મુસાફરો બીજી ટ્રેન સાથે અથડાતાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પાચોરા મુંબઈથી 400 કિમીની અંતરે આવેલું છે.
ADVERTISEMENT
Chief PRO of Central Railway, Dr Swapnil Nila, gave an official statement on the Jalgaon incident, where several people were severely injured after being hit by the Bengaluru Express.
— Mid Day (@mid_day) January 22, 2025
The tragedy occurred when passengers on the Pushpak Express, fearing a fire after smoke came… pic.twitter.com/xQXx5ohTLJ
સેન્ટ્રલ રેલવેના મુખ્ય પ્રવક્તા સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે પુષ્પક એક્સપ્રેસના કેટલાક મુસાફરો નીચે ઉતરી ગયા હતા અને આગળ આવતી કર્ણાટક એક્સપ્રેસ સાથે અથડાઈ ગયા હતા. જિલ્લાના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે અકસ્માતમાં છ થી આઠ લોકોના મોત થયા છે. રેલવેની પ્રાથમિક માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસના એક કોચમાં ‘હૉટ એક્સલ` અથવા `બ્રેક-બાઇન્ડિંગ` (જામ) થવાને કારણે તણખા પડ્યા હતા જેને લીધે કેટલાક મુસાફરો ગભરાઈ ગયા હતા. તેઓએ ચેઈન ખેંચી લીધી હતી, અને તેમાંથી કેટલાક પાટા પરથી નીચે કૂદી પડ્યા હતા. તે જ સમયે, કર્ણાટક એક્સપ્રેસ બાજુના ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, એમ એક વરિષ્ઠ રેલવે અધિકારીએ એજન્સીને જણાવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે, ત્યારબાદ વધુ માહિતી ઉપલબ્ધ થશે, એમ મહારાષ્ટ્રના મંત્રી ગુલાબરાવ પાટીલ અને જળગાંવના પાલક મંત્રીએ જણાવ્યું હતું. રેલવે અધિકારીઓ અને સ્ટાફ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે, અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
VIDEO | At least six persons were killed after they stepped down from their train on the tracks and were run over by another train coming from the opposite direction in North Maharashtra`s Jalgaon district on Wednesday evening.
— Press Trust of India (@PTI_News) January 22, 2025
Visuals from the spot near Pachora station, where… pic.twitter.com/EKQU5LE50w
વૈતરણામાં ટ્રેક પર તિરાડ
વૈતરણા રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક પર તિરાડ જોવા મળતા પશ્ચિમ રેલવેના મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુંબઈ તરફ જતી અપ-લાઇન ટ્રેક પર તિરાડ પડી ગઈ, જેના કારણે શહેર તરફ જતી લાંબા અંતરની ટ્રેનોને અસર થઈ. સમયસર સમસ્યા ઓળખાઈ જતાં, એક મોટો અકસ્માત ટળી ગયો. રેલવે વહીવટીતંત્રે ક્ષતિગ્રસ્ત ટ્રેકને બદલવાનું કાર્ય હાથ ધર્યું છે. ગુજરાતથી આવતી લાંબા અંતરની ટ્રેનોને પાલઘર જિલ્લાના અન્ય રેલવે સ્ટેશનો પર રોકવામાં આવી છે. હાલમાં, અપ-લાઇન પરની ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી હતી. જોકે આ તિરાડને ભરી દેવાઈ હતી જેને લીધે મોટી દુર્ઘટના થતાં રોકાઈ ગઈ હતી.