સલીમની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે તેણે MD ડ્રગ્સ મૈસૂરથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું એટલે ગુપચુપ તપાસ કરવામાં આવી હતી.
મૈસૂરમાં ગૅરેજની આડમાં ચાલતી MDની ફૅક્ટરી પર સાકીનાકા પોલીસે છાપો માર્યો હતો.
સાકીનાકા પોલીસે ૨૦૨૪ની ૨૪ એપ્રિલે કરેલી કાર્યવાહી હેઠળ ૩ જણને ઝડપી લીધા હતા અને વસઈના કામણ ગાવમાંથી તેમની પાસેથી ૪.૫૩ કિલો મેફેડ્રૉન (MD) ડ્રગ્સ અને એ બનાવવાનું રૉ મટીરિયલ મળીને કુલ ૮.૦૪ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. એ કેસમાં ત્યાર બાદ બાંદરાથી ૪૫ વર્ષના સલીમ ઇમ્તિયાઝ શેખ ઉર્ફે સલીમ લંગડાની ધરપડ કરવામાં આવી હતી.
સલીમની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે તેણે MD ડ્રગ્સ મૈસૂરથી મેળવ્યું હોવાનું જણાવ્યું હતું એટલે ગુપચુપ તપાસ કરવામાં આવી હતી. આખરે લાંબી તપાસ અને ખાતરી કર્યા બાદ ગયા શુક્રવારે સાકીનાકા પોલીસે કર્ણાટકના મૈસૂરના રિંગ રોડ પર સર્વિસ રોડને અડીને આવેલા પંક્ચરના ગૅરેજની પાછળના ભાગમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી પર છાપો માર્યો હતો અને ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. આ રેઇડમાં પોલીસે ૩૮૧.૯૪ કરોડ રૂપિયાની કિંમતનું ૧૮૭.૯૭ કિલો MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

