રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન સંજય શિરસાટે જાહેર કર્યું...
સંજય શિરસાટે
છત્રપતિ સંભાજીનગરના ખુલતાબાદમાં આવેલી મોગલ શહેનશાહ ઔરંગઝેબની કબર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ કબર હટાવવા માટે હિન્દુત્વવાદી સંગઠનો આક્રમક થયાં છે અને કબર ખોદી નાખવાનું કહી રહ્યા છે ત્યારે કબર જ્યાં આવેલી છે એ ખુલતાબાદનું નામ બદલવાની જાહેરાત ગઈ કાલે રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે કરી હતી.
ADVERTISEMENT
સંજય શિરસાટે કહ્યું હતું કે ‘ઔરંગઝેબે રત્નાપુર ગામનું નામ બદલીને ખુલતાબાદ કર્યું હતું. આવી જ રીતે દેવગિરિનું નામ બદલીને દૌલતાબાદ કરી નાખ્યું હતું. ઔરંગાબાદનું છત્રપતિ સંભાજીનગર અને અહમદનગરનું નામ અહિલ્યાનગર કરવામાં આવ્યું છે એવી જ રીતે ઔરંગઝેબે જે-તે ગામ કે શહેરનાં નામ બદલ્યાં હતાં એનાં નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજ અને છત્રપતિ સંભાજી મહારાજનાં સ્મારક બનાવવામાં આવી રહ્યાં છે. આથી ઔરંગઝેબે રાખેલાં નામ બદલવામાં આવશે.’

