Satara Doctor Suicide: સતારાના ડૉક્ટરની આત્મહત્યા અંગે સંજય રાઉતે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા; શિવસેના યુબીટી નેતાએ મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગવાનો આરોપ લગાવ્યો
સંજય રાઉતની ફાઇલ તસવીર
મહરાષ્ટ્ર (Maharashtra) ના સતારા (Satara) જીલ્લામાં ડૉક્ટર મહિલાએ કરેલ આત્મહત્યા અત્યારે રાજ્યમાં ચર્ચાનું કારણ છે. આ મુદે શિવસેના યુબીટી (Shiv Sena UBT) સાંસદ સંજય રાઉત (Sanjay Raut) એ શનિવારે મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પર આકરા પ્રહારો કર્યા છે અને રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે સરકારને જવાબદાર ઠેરવી છે.
શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉતએ (Shiv Sena UBT MP on Satara Doctor Suicide) કહ્યું હતું કે સતારામાં ૨૬ વર્ષીય મહિલા ડોક્ટર પર બળાત્કાર અને આત્મહત્યાના બનાવ બાદ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સંપૂર્ણપણે સંકટમાં છે. ડોક્ટરના ચાર પાનાના આત્મહત્યા પત્રમાં એક પોલીસ અધિકારી અને એક વર્તમાન સંસદ સભ્ય સાથે સંકળાયેલા જાતીય શોષણ અને પ્રણાલીગત ભ્રષ્ટાચારની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
ADVERTISEMENT
સંજય રાઉતે કડક શબ્દોમાં નિવેદન આપતા કહ્યું કે, ‘મહારાષ્ટ્ર એક સમયે મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. જો આ ઘટના પશ્ચિમ બંગાળ (West Bengal), કેરળ (Kerala), કર્ણાટક (Karnataka) કે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) માં બની હોત, તો ભાજપ (BJP) એ દેશભરમાં હોબાળો મચાવ્યો હોત અને દાવો કર્યો હોત કે મહિલાઓ પર ગંભીર સંકટ આવ્યું છે. સતારામાં એક મહિલા ડૉક્ટરને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવી હતી, છતાં આ સરકાર અને તેનું ગૃહ મંત્રાલય મહિલાઓના મુદ્દાઓ પ્રત્યે સંપૂર્ણપણે અસંવેદનશીલ છે.’
ફલટણ (Phaltan) સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવાન ડોક્ટરે સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બડને (Gopal Badne) પર પાંચ મહિનાના સમયગાળામાં ચાર વખત બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણીના પત્રમાં, તેણીએ લખ્યું હતું કે બડને અને અન્ય પોલીસ અધિકારીઓએ વારંવાર તેના પર ફોજદારી કેસોમાં આરોપીઓ માટે નકલી ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે દબાણ કર્યું હતું, જેમાંથી ઘણાની ક્યારેય તબીબી તપાસ કરવામાં આવી ન હતી.
આત્મહત્યા કરનાર મહિલા ડૉક્ટરે પત્રમાં જણાવ્યું છે કે, ‘સંસદ સભ્યના બે અંગત સહાયકો તેમની હોસ્પિટલમાં ઘૂસી ગયા, તેમને ફોન પર સાંસદ સાથે વાત કરવા દબાણ કર્યું, અને જ્યારે મે પાલન કરવાનો ઇનકાર કર્યો ત્યારે તેમને ધમકી આપી. તેઓ મને આરોપીને જોયા વિના પ્રમાણપત્રો પર સહી કરાવતા હતા. જ્યારે મેં ઇનકાર કર્યો, ત્યારે તેઓએ મારી નોકરી અને સલામતીને ધમકી આપી હતી.’
આ ડોક્ટર, જે તેની ફરજિયાત ગ્રામીણ બોન્ડ સેવાના અંતને આરે હતી અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની યોજના બનાવી રહી હતી, તેણે સુપરિન્ટેન્ડેન્ટ અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ ફરિયાદ કરી હતી. જોકે, તેના પરિવારનો દાવો છે કે અનેક ફરિયાદો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ કેસથી મોટો રાજકીય વિવાદ સર્જાયો છે, જેમાં કોંગ્રેસ (Congress) ના નેતા વિજય વડેટ્ટીવાર (Vijay Wadettiwar) એ ભાજપની આગેવાની હેઠળની સરકાર પર ભૂલ કરનારા અધિકારીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે ભાજપ નેતા ચિત્રા વાઘ (Chitra Wagh) એ આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને ખાતરી આપી કે, આ ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.


