Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આગ્રા: ઝડપી કારે ઘરની બહાર બેસેલા લોકોને કચડ્યા, પાંચના મોત તો બે ગંભીર જખમી

આગ્રા: ઝડપી કારે ઘરની બહાર બેસેલા લોકોને કચડ્યા, પાંચના મોત તો બે ગંભીર જખમી

Published : 25 October, 2025 12:54 PM | Modified : 25 October, 2025 02:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ત્યારબાદ વાહન દિવાલ સાથે અથડાયું હોવાના અહેવાલ છે. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘાયલો હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. "ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અકસ્માત થયો.

એક ઝડપી કારે રાહદારીઓને કથિત રીતે કચડી નાખ્યા બાદ પોલીસ કર્મચારીઓ અને લોકો સ્થળ પર ભેગા થયા (એજન્સી)

એક ઝડપી કારે રાહદારીઓને કથિત રીતે કચડી નાખ્યા બાદ પોલીસ કર્મચારીઓ અને લોકો સ્થળ પર ભેગા થયા (એજન્સી)


ઉત્તર પ્રદેશના આગ્રામાં શુક્રવારે રાત્રે એક ઝડપી ગતિએ આવી રહેલી SUV કારને લીધે પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની દુર્ઘટનાના અહેવાલ સામે આવ્યા છે. આ અકસ્માતમાં બે અન્ય લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. મૃતકોની ઓળખ બબલી (33), ભાનુ પ્રતાપ (25), કમલ (23), કૃષ્ણ (20) અને બંતેશ (21) તરીકે થઈ છે, એવી માહિતી પોલીસે આપી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા પાંચ લોકો શરૂઆતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સરોજિની નાયડુ મેડિકલ કૉલેજમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટાટા નેક્સનના ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો. એ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે મીની SUV પહેલા બાઇક સાથે અથડાઈ અને પછી ડિવાઈડર સાથે અથડાઈ અને પછી લોકો પર ચડી ગઈ.




સ્થળ પરથી અકસ્માત બાદના દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો

ત્યારબાદ વાહન દિવાલ સાથે અથડાયું હોવાના અહેવાલ છે. અકસ્માતમાં કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ઘાયલો હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. "ન્યૂ આગ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અકસ્માત થયો. ચાર પુરુષો અને એક મહિલા સહિત પાંચ લોકોને એસએન (સરિજિની નાયડુ) મેડિકલ કૉલેજમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ બધાને મૃત જાહેર કર્યા. પરિવારના સભ્યોની વિનંતી પર સંબંધિત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે," આગ્રાના એસીપી શેષમણિ ઉપાધ્યાયે જણાવ્યું, ANI દ્વારા ટાંકવામાં આવ્યું છે. એક પ્રત્યક્ષદર્શીએ મીડિયા હાઉસને જણાવ્યું કે ઘટના સમયે તે પોતાના શોમાં બેઠો હતો. તેમણે વધુમાં કહ્યું કે તેણે અકસ્માતનો જોરદાર અવાજ સાંભળ્યો. અમે લોકોને કાર નીચેથી બહાર કાઢ્યા. ઘાયલોની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા," સૂત્રો દ્વારા ટાંકવામાં આવેલા પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું. અહેવાલ મુજબ, સ્થળ પર હાજર લોકોએ ડ્રાઇવરને વાહનમાંથી બહાર કાઢ્યો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે તે પહેલાં તેને માર માર્યો. આ ઘટનાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસે વાહન કબજે કર્યું છે. ડ્રાઇવર દારૂના નશામાં હતો કે નહીં તે હજી સુધી સ્પષ્ટ થયું નથી અને તે મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રક સાથેની ટક્કરમાં યુપીના મંત્રી બચી ગયા

બીજી એક ઘટનામાં શુક્રવારે રાત્રે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતમાં ઉત્તર પ્રદેશના મહિલા કલ્યાણ અને બાળ વિકાસ મંત્રી બેબી રાની મૌર્ય બચી ગયા હતા. કેબિનેટ મંત્રી હાથરસ જિલ્લામાં વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ લખનઉ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની. ફિરોઝાબાદ જિલ્લામાં 56મા કિલોમીટરના અંતરે આ અકસ્માત થયો હતો, જ્યાં હાઇવેની બન્ને બાજુનો ટ્રાફિક એક જ લેનમાં વાળવામાં આવ્યો હતો. રાની મૌર્યના વાહનની આગળ એક ટ્રક ચાલી રહી હતી ત્યારે અચાનક તેનું એક ટાયર ફાટી ગયું. પરિણામે, તેણે કાબુ ગુમાવ્યો અને મંત્રીની કાર સાથે અથડાઈ ગઈ. જોકે, મૌર્યના ડ્રાઇવરની ઝડપી પ્રતિક્રિયાથી મોટો માર્ગ અકસ્માત ટળી ગયો. વાહનને ભારે નુકસાન થયું હતું, પરંતુ મંત્રીને કોઈ નુકસાન થયું ન હતું. ઘટના બાદ તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકને કબજે કર્યો. દરમિયાન, બેબી રાની મૌર્યને બીજા વાહનમાં લખનઉ મોકલવામાં આવ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK