SpiceJet Flight: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટમાં બે પેસેન્જર્સે કૉકપીટમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં જ સ્પાઇસજેટના એક વિમાન (SpiceJet Flight)માં બે પેસેન્જર્સ દ્વારા એવું વર્તન કરવામાં આવ્યું હતું કે તેણે વિમાનની રોજીંદી ગતિવિધિમાં વિક્ષેપ ઊભો કર્યો હતો. હા, વાત એમ છે કે બે પેસેન્જર્સ વિમાનના કૉકપીટમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
રિપોર્ટ અનુસાર ગઇકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટમાં બે પેસેન્જર્સે કૉકપીટમાં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આવું વિચિત્ર વર્તન કરવા બદલ તેઓને ફ્લાઇટમાંથી નીછે ઉતારી દેવામાં આવ્યા હતા. જ્યારે ફ્લાઇટ ઉપડવાની તૈયારીમાં હતું ત્યારે આ બંને પેસેન્જર્સ વિમાનના કૉકપીટમાં અંદર જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પેસેન્જર્સના આવા ગેરવર્તન બાદ ફ્લાઈટમાં હોબાળો મચી જાય એવી સ્થિતિ સર્જાઇ હતી. જોકે, અન્ય અમુક પેસેન્જર્સને પણ ઇજાઓ થઈ હતી.
ADVERTISEMENT
સ્પાઇસજેટ (SpiceJet Flight)ના પ્રવક્તાએ આ ઘટના બાદ એક નિવેદન આપ્યું હતું જેમાં જણાવાયું હતું કે- આ ઘટના ફ્લાઇટ નંબર એસજી 9282ના ટેકઓફના થોડા સમય અગાઉ બની હતી. કેબિન ક્રૂ, કો-પેસેન્જર્સ અને કેપ્ટન દ્વારા વારંવાર ચેતવણીઓ આપવામાં આવી હોવા છતાં, આ બંને પેસેન્જર કૉકપીટમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં રહ્યા અને કેમે કરીને તેઓ પોતાની સીટ પર બેસવા માંગતા જ નહોતા. જેના કારણે વિમાનમાં થોડીવાર માટે હોબાળો મચી ગયો હતો.કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે આખરે કેપ્ટને વિમાનને ગેટ પર ફરી લઇ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આ વિચિત્ર વર્તન કરનાર બંને પેસેન્જર્સને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ બંનેને સીઆઈએસએફને સોંપવામાં આવ્યા હતા. માહિતી મળી રહી છે કે આ બધી પળોજણને કારણે ફ્લાઇટ, જે બપોરે 12:30 વાગ્યે ઉપડવાનું હતું, તે સાંજે 7:21 વાગ્યે ઉપડ્યું હતું. જેને કારણે મુંબઈ પહોંચવામાં અન્ય પેસેન્જર્સને 7 કલાકથી વધુ સમયનો વિલંબ થયો હતો.
બંને પેસેન્જર્સને સીઆઈએસએફને હવાલે કરાયા
રિપોર્ટ અનુસાર ફ્લાઇટ (SpiceJet Flight)માં હોબાળો મચાવનાર આ બંને પેસેન્જર્સને આખરે ફ્લાઇટમાંથી નીછે ઉતારવામાં આવ્યા હતા અને આગળની તપાસ અને કાર્યવાહી માટે સીઆઈએસએફના કર્મચારીઓને હવાલે કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં પણ આ જ ફ્લાઇટના અન્ય પેસેન્જર્સ દ્વારા વિડીયો શૂટ કરવામાં આવ્યા હતા. જે સોશિયલ મીડિયા પર જોવા મળ્યા હતા. આ વીડિયોમાં જોઈ શકાતું હતું કે વિમાનના ક્રૂ મેમ્બર્સ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જ્યારે વિમાન સ્થિર થઈ રહ્યું છે ત્યારે આ બંને પેસેન્જર્સ વિમાનના કૉકપીટ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જઇ રહ્યા છે. જોકે, તેઓએ આવું શા માટે કર્યું તેની પાછળનું કારણ જાણી શકાયું નથી.
એરલાઇને (SpiceJet Flight) ફરી એકવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પેસેન્જર્સની સલામતી એ તેઓની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ફ્લાઇટની સલામતી અને વ્યવસ્થાને જોખમમાં મૂકતી કોઈપણ વર્તણૂકને કોઈપણ ભોગે સહન કરવામાં આ=નહીં જ આવે.

