વિધાન પરિષદમાં રાજ્યનાં એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટર પંકજા મુંડેએ જાહેરાત કરી
પંકજા મુંડે
મહારાષ્ટ્રની નદીઓમાં પૉલ્યુશનને રોકવા માટે સરકાર દ્વારા કેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એવો સવાલ ભારતીય જનતા પાર્ટી (BJP)નાં વિધાનસભ્ય ઉમા ખપરેએ ગઈ કાલે વિધાન પરિષદમાં કર્યો હતો ત્યારે રાજ્યનાં એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટર પંકજા મુંડેએ કહ્યું હતું કે પૉલ્યુશનને ખાળવા માટે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે. પર્યાવરણ, અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ વિભાગોમાં તાલમેલ કરીને અમલબજાવણી થકી નદીઓમાં થતાં પૉલ્યુશન પર નિયંત્રણ લાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં અર્બન વિસ્તારમાં પ્રક્રિયા કર્યા વિના નદીઓમાં પાણી છોડવામાં આવવાને લીધે રાજ્યની પંચાવન નદી પ્રદૂષિત થઈ હોવાની વાત સાચી હોવાનું તેમણે કબૂલ્યું હતું.

