Tesla In Mumbai: ટેસ્લા બીકેસીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 4,000 ચોરસ ફૂટ જગ્યા ખરીદવાની છે. અહીં તે પોતાની કારના મોડલનું પ્રદર્શન અને વેચાણ કરશે.
ઍલોન મસ્ક અને પીએમ નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની ટેસ્લાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે એ મુંબઈમાં ભારતમાં તેનો પ્રથમ શોરૂમ ખોલવાની છે. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં તેનો આ શોરૂમ (Tesla In Mumbai) ખૂલવા જઈ રહ્યો છે. કંપનીએ તાજેતરમાં જ સોદો પૂર્ણ કર્યો હોવાની પણ માહિતી મળી રહી છે.
કેટલા વર્ષનો છે લીઝ કોન્ટ્રાક્ટ?
ADVERTISEMENT
આ સંદર્ભે સૂત્રોના જણાવ્યા અનુસાર ટેસ્લા બીકેસીમાં કોમર્શિયલ ટાવરના ગ્રાઉન્ડ ફ્લોર પર 4,000 ચોરસ ફૂટ જગ્યા ખરીદવાની છે. અહીં તે પોતાની કારના મોડલનું પ્રદર્શન અને વેચાણ કરશે. કંપની આ જગ્યા માટે દર મહિને 900 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ અથવા 35 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે. લીઝ એગ્રીમેન્ટ પાંચ વર્ષ માટે છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે ટેસ્લા દિલ્હીના એરોસિટી કોમ્પ્લેક્સમાં બીજો શોરૂમ ખોલવાની પણ વિચારસરણીમાં છે.
ઍલોન મસ્ક હમણાં જ મળ્યા હતા પીએમ મોદીને
સીઇઓ ઍલોન મસ્કે વોશિંગ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા અઠવાડિયા પછી લીઝને અંતિમ સ્વરૂપ (Tesla In Mumbai) આપવામાં આવ્યું હતું, જે પછી ભારતમાં 13 નોકરીઓ માટે લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે વધતા જતા ભારતીય બજારમાં પ્રવેશવાની કંપનીની યોજનાના પુનરુત્થાનનો સંકેત આપે છે.
હવે જ્યારે ટેસ્લા કંપની દ્વારા મુંબઈમાં બીકેસી ખાતે શોરૂમ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ભારતમાં નોકરીઓ માટેની વેકેન્સી પણ શરૂ કરાઇ છે એટલે એવી આશા રખાઇ રહી છે કે ટેસ્લા એપ્રિલ સુધીમાં ભારતમાં તેનો પગ મૂકશે અને ભારતમાં કારનું વેચાણ (Tesla In Mumbai) શરૂ કરશે. હાલમાં ટેસ્લા ભારતમાં કોઈ જ ઉત્પાદન સુવિધા ધરાવતી નથી.
ટેસ્લા ઇવી કારની વાત કરવામાં વે તો તે અદ્યતન ટેકનોલોજી સાથે ડિઝાઇન કરવામાં આવી છે. મોડલ 3 પરફોર્મન્સ વેરિએન્ટમાં તેની પાસે 460 હોર્સપાવર છે, જે માત્ર 2.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાક આપે છે. કારનું ઉત્પાદન જર્મનીના બર્લિન-બ્રાન્ડેનબર્ગમાં ગીગાફેક્ટરીમાં કરવામાં આવશે. ભારતની હાલની ઈમ્પોર્ટ પોલિસી મુજબ એક કારની કિંમત 21 લાખ રૂપિયાથી લઈને 36 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. જોકે, ભારત સરકારે તો ઇલેક્ટ્રિક વાહનો માટે ઉત્પાદન કેન્દ્ર બનાવવાના તેના વિઝનના ભાગરૂપે ગયા વર્ષે માર્ચમાં ઇવી નીતિ-`સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક પેસેન્જર કાર્સ ઇન ઇન્ડિયા` (SPMEPCI) ને મંજૂરી આપી દીધી હતી.
તાજેતરમાં જ કોઈ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે જો ટેસ્લા (Tesla In Mumbai) દેશની ઊંચી ટેરિફથી બચવા માટે ભારતમાં ફેક્ટરી બનાવશે તો તે અમેરિકા માટે અયોગ્ય ગણાશે. જોકે, મસ્ક પણ ટેરિફ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના પ્રતિસાદના આધારે સરકારે નવી નીતિનો મુસદ્દો પણ તૈયાર કર્યો છે.

