આ મામલે પોલીસે આંગળી પર બચકું ભરી કાપી નાખનાર ૬૫ વર્ષના સંતોષ લોકરેની ગઈ કાલે ધરપકડ કરી છે.
સેક્રેટરી વિશાલ દેવરેની આંગણી કાપી.
થાણે-ઈસ્ટના શિવાઈ નગરમાં આવેલી સ્નેહા સોસાયટીના ૪૫ વર્ષના સેક્રેટરી વિશાલ દેવરેની આંગળી રવિવારે સાંજે સોસાયટી મીટિંગના વિવાદમાં કાપી નાખી હોવાની ફરિયાદ વર્તકનગર પોલીસ-સ્ટેશનમાં સોમવાર સાંજે નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે આંગળી પર બચકું ભરી કાપી નાખનાર ૬૫ વર્ષના સંતોષ લોકરેની ગઈ કાલે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્નેહા સોસાયટીના કમ્પાઉન્ડમાં રાખેલા બાંકડા સોસાયટીના ગેટ પર નડતા હોવાથી એને સોસાયટીના ગેટની બહાર રાખવાના હોવાની વાતે વિવાદ વધ્યો હતો જેમાં ઉશ્કેરાઈને સંતોષે વિશાલની આંગળી પર બચકું ભરી લીધું હતું.
વિશાલે કહ્યું હતું કે `હાલમાં પણ હું ઇલાજ હેઠળ છું. ડૉક્ટરનું કહેવું છે કે પહેલી આંગળીમાં મને હવે પાછો નખ કોઈ દિવસ નહીં આવે. જતે દિવસે મને પ્લાસ્ટિક સર્જરી કરવી પડે એવી શક્યતા છે.’

