થાણેની વસ્તી છે ૧૮ લાખ અને વાહનો છે ૧૬.૫ લાખ
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં વાહનોની સંખ્યામાં ઝડપી વધારો થઈ રહ્યો છે. થાણેમાં ૧૮ લાખ લોકો રહે છે અને થાણેમાં નોંધાયેલાં વાહનોની સંખ્યા ૧૬.૫ લાખ છે. એટલે કે મોટા ભાગના લોકો પાસે વાહન છે. વાહનોની વધુ સંખ્યા અને એમાં પણ ખરાબ રસ્તાઓને કારણે થાણેમાં ટ્રાફિક જૅમ અને પાર્કિંગની સમસ્યા પણ વકરી છે.
થાણેના ટ્રાફિક-વિભાગના ડેપ્યુટી પોલીસ-કમિશનર પંકજ શિરસાટે દાવો કર્યો હતો કે ‘શહેરમાં પ્રતિ વ્યક્તિ એક વાહન છે. કલવા, મુમ્બ્રા અને દિવા વિસ્તારોને બાદ કરતાં ૧૮ લાખની વસ્તી માટે ૧૬.૫ લાખ નોંધાયેલાં વાહનો છે અને એ ચિંતાનો વિષય છે. મુંબઈનું પ્રવેશદ્વાર ગણાતું થાણે હવે ટ્રાફિક જૅમનું શહેર ગણાય છે.’
ADVERTISEMENT
પંકજ શિરસાટે નાગરિકોને પ્રાઇવેટ વાહનોને બદલે જાહેર પરિવહનને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. થાણેના ટ્રાફિક-વિભાગે આપેલી માહિતી મુજબ થાણેમાં ૨,૭૮,૦૦૦ ટ્રાન્સપોર્ટ વેહિકલ અને ૧૩,૭૨,૬૭૯ નૉન-ટ્રાન્સપોર્ટ વેહિકલ છે. એટલે કુલ ૧૬,૫૧,૩૮૪ વાહનો થાણેના કુલ ૩૮૦ કિલોમીટરના રસ્તા પર દોડે છે.
ફોર-વ્હીલર
થાણેમાં નોંધાયેલાં વાહનો
ટૅક્સી પરમિટ કૅબ ૩૯,૬૫૮
પિક-અપ ટેમ્પો ૧,૩૮,૧૬૨
ઍમ્બ્યુલન્સ ૧,૧૧૨
રિક્ષા ૮૯,૦૪૭
ટૂ-વ્હીલર ૧૦,૪૨,૩૦૭


